Gujarat

વરસાદનાં કારણે ઓગણજમાં યોજાનારો બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર મુલતવી

અમદાવાદ
અમદાવાદના ઓગણજમાં યોજાનાર બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર વરસાદના કારણે મુલતવી રાખવાનો ર્નિણય લેવાયો છે. બાબાનો દરબાર બે દિવસ ઓગણજમાં લાગનાર હતો. જાે કે જે કાર્યક્રમ જ્યાં આયોજિત કરાયો હતો એ મેદાનમાં પાણી ભરાતા કાર્યક્રમ રદ કરવાનો ર્નિણય લેવાયો હતો. ગઈકાલે સાંજે ગાંધીનગરના ઝુંડાલમાં પણ વરસાદના કારણે બાબાનો દિવ્ય દરબાર રદ કરાયો હતો. અમદાવાદમાં પહેલા ચાણક્યપુરી ખાતે બાબાના બે દિવસીય દરબારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જાે કે બાબાના દરબારમાં મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી કાર્યક્રમના સ્થળે લોકોની વ્યવસ્થાને લઈને પોલીસે સવાલ ઉઠાવ્યા હતા અને કાર્યક્રમ સ્થળ બદલવા તાકીદ કરાઈ હતી. ત્યારબાદ આયોજકો દ્વારા તાત્કાલિક કાર્યક્રમનું સ્થળ બદલી ઓગણજ નક્કી કરાયુ હતુ. ઓગણજમાં જે સ્થળે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાયો હતો તે જ સ્થળે બાબાના દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જાે કે રવિવારે સાંજે વરસાદની ધમાકેદાર બેટિંગના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા એમ ઓગણજના મેદાનમાં પણ પાણી ભરાઈ ચૂક્યું હતું. જેના કારણે કાર્યક્રમ રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.વરસાદના કારણે કાર્યક્રમ સ્થળ પર સ્ટેજ તૈયાર થઈ શક્યું ના હતું. સવારથી જ અસમંજસતા જાેવા મળી હતી કે કાર્યક્રમ આયોજિત થશે કે નહીં. જાે કે ૧૧ વાગ્યા સુધીમાં જ સ્થિતિ સ્પષ્ટ થઈ કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઓગણજનો દિવ્ય દરબાર નહીં ભરાય. દરબારમાં ભાગ લેવા માટે યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ગુજરાતના વિભિન્ન ભાગોમાંથી ભક્તો પહોંચવાની શરૂઆત થઈ હતી. તેમની ઈચ્છા હતી કે ખુલ્લા વતાવરણના કારણે દિવ્ય દરબાર ભરાવવો જાેઈએ.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *