નિરોગી બાળ-નિરોગી સમાજનું સૂત્ર સાર્થક કરતી શાળા.
———————————–
મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના અનેકવિધ નવતર પ્રયોગ રાજ્યભરમાં પ્રખ્યાત છે.શિયાળાની ઋતુમાં શહેરી બાળકોને તેમના માતાપિતા અનેકવિધ શક્તિવર્ધક પ્રાશ,ચાટણ,અવલેહ,પીણા પીવડાવે છે.ત્યારે ગામડાના છેવાડાના બાળકોની મન કી શક્તિ-તન કી શક્તિ વધારવા શાળાનો પ્રેરક પ્રયોગ અન્ય શાળાઓને પણ પ્રેરણારૂપ છે..!!!
શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે વિદ્યાર્થીઓની આરોગ્ય સુખાકારી માટે ૧૧દિવસનો આમળાં ઉત્સવ ઉજવ્યો.
જેમાં શરૂઆતના પાંચ દિવસ તમામ વિદ્યાર્થીઓને એક એક આમળાં અપાયા.અને પછીના છ દિવસ જીવનામૃત રસ,પંચામૃત રસ અને તુલસી રસ પીવડાવાયો.હિતેશકુમાર બ્રહ્મભટ્ટે જાતે આ રસ તૈયાર કરી તેનું સેવન કરાવેલ છે.જેમાં આમળાંની સેવા વાલ્લાના મધુવન ફાર્મના સંદિપભાઈ વિનોદચંદ્ર પટેલ તરફથી પ્રાપ્ત થઈ હતી.
શિયાળાની ઋતુમાં આમળાં ખાવા કે તેનો રસ પીવો તે આયુર્વેદ ખૂબ ગુણકારી કહે છે,તુલસી પણ ગુણ ભંડાર છે.
આમળાં,લીલી હળદર, ફુદિનો,તુલસી,આદુનો રસ એ જીવનામૃત રસ છે. ગાજર,બીટ,ટામેટાં,લીંબુ,આદુનો રસ એ પંચામૃત રસ છે.આવા રસનું સેવન કરવાથી કફ,ઉધરસ,શરદી,આફરો,કબજિયાત, આધાશીશી,કોલેરા,મેલેરિયા,દમ,હાઈ બ્લડ પ્રેશર,મૂત્રપીડા,એસીડીટી,
ચર્મરોગ,રક્ત વિકાર,કાનનો દુઃખાવો,દાંતનો દુખાવો,પેટના દર્દ,કરમીયા,હ્રદયની નબળાઈ મટાડે છે. મગજની કાર્ય ક્ષમતા તેજ કરી યાદ શક્તિ વધારે છે.માણસ માત્રના શારીરિક, માનસિક સ્વાસ્થ્ય માટે આ રસનું સેવન અતિ ઉપકારક નીવડે છે.
વિદ્યાર્થીઓ નિરોગી રહે,શાળામાં નિયમિત રહે અને શિક્ષણમાં આગળ વધતાં રહે હેતુથી આ આ પ્રયોગ છેલ્લા ૧૧ વર્ષથી વાલ્લા શાળામાં ચાલુ છે.રાજ્ય કક્ષાનો એજ્યુકેશન ઈનોવેશન ફેરમાં પણ પસંદગી પામેલ છે.આ નવતર પ્રયોગને સફળ બનાવવા હિતેશકુમાર બ્રહ્મભટ્ટ સાથે આચાર્ય જયપાલસિંહ ઝાલા,નયનાબેન બ્રહ્મભટ્ટ, પિનાકિનીબેન રામી,સેજલબેન પંડ્યા,સતીશભાઈ પટેલ, નિર્મલભાઈ પટેલ તથા નિલેશભાઈ ઝાપડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.


