*હાઇવે અને રેલવે ટ્રેક પર વૃક્ષો ખડી પડયા*
*ઠેર ઠેર ગામડાઓમાં ઝુંપડાઓના પતરાં ઉડ્યા*
*વિજળીના સતત ચમકારા, ગડગડાટી અને ધૂળની ઊડતી ડમરી સાથે વરસાદ*
*કેળાંની ખેતી વાવાઝોડાએ બરબાદ કરી નાખી*
*કેળાંના થડીયા લૂમો સાથે જમીનદોસ્ત થયાં!*
*ઠેર ઠેર વિજ થામલા અને હૈ ટેંશન લાઈનો તૂટી પડી*
છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રે ધૂળની ડમરી, વાવાઝોડા સાથે પડેલા વરસાદે ઠેર ઠેર ભારે વિનાશ વેર્યો છે.ભારે પવન અને વિજળીના સતત ચમકારાને લીધે ગ્રામીણ નાગરિકો ભયભીત થઈ ગયા હતા.રાત્રે અચાનક હવામાનમાં આવેલા પલટાએ ગણતરીની મિનિટોમાં જ પૂર્વપટ્ટીની આખીયે શકલ બદલી નાંખી હતી.સંખેડાના કૃષ્ણાપુરા ગામે આકાશી વિજળી પડતા બે આદિવાસી ખેડૂતોના મોત નીપજ્યાં છે.રાત્રે ખેતર સાચવવા અને રખેવાળી કરવા ખેતરમાં જ સૂઇ ગયેલા ખેડૂતો સવારે નિયમિત સમયે ઘરે પરત ન આવતા સ્વજનોએ તપાસ કરતા ખેતરમાં તેઓના મૃતદેહો મળી આવ્યા હતા.કૃષ્ણાપુરા વસાહતમાં રહેતા બન્ને જણ ગણપતભાઇ તડવી અને હસમુખભાઈ તડવીના મોત થતાં શોકની કાલીમાં છવાઇ ગઇ હતી.
વાવાઝોડાને પગલે હાઈ વે પર ઠેર ઠેર વૃક્ષો ખડી પડ્યા હતા.બોડેલી હાલોલ રોડ, મોડાસર કવાંટ રોડ, બોડેલી નસવાડી નેશનલ હાઇવે નં.56 પર ટ્રાફિક જામ સર્જાતા બે બે કીમી લાંબી વાહનોની કતારો લાગી હતી.જેમાં એમ્બ્યુલન્સ પણ અટવાઇ પડી હતી.એક એમ્બ્યુલન્સ ડેડ બોડી વહન કરતી અન્ય જિલ્લામાં જવા નીકળી હતી તે પણ ટ્રાફિક જામનો ભોગ બની હતી.
આસમાની આફતે છોટાઉદેપુર જિલ્લાને ધમરોળતા ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા.
તેજગઢ પાસે રેલવે ટ્રેક પર વૃક્ષની ડાળો તૂટી પડી હતી.રેલવે તંત્રે યુધ્ધના ધોરણે તે હટાવવા પ્રયાસો કર્યા હતા.હાઇવે, રેલ વે, વિજળી, ડીઝાસ્ટર કન્ટ્રોલ તંત્ર ઊંઘતું ઝડપાયું હતું.
ફોટો 1
*લગ્ન મંડપ પર વૃક્ષ ખડી પડ્યું*
*બે બાઇકોનો કચ્ચરઘાણ વળી ગયો*
*લગ્નના રંગમાં ભંગ પડ્યો!*
*વિજ પ્રવાહ ખોરવાતા લગ્ન મહાલવા આવેલા યુવાનોએ મોબાઇલની લાઈટનો ઉપયોગ કરી વૃક્ષ હટાવ્યું!*
ફોટો 2
*બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં સતત તેજ લીસોટા સાથે વિજળીના ચમકારા થતાં હતાં*
*વિજળીના દ્રશ્યો મોબાઇલ કેમેરામાં કેદ થયા*
A બોડેલીના આસમાનમાં પ્રચંડ વિજળી અને તેની ગર્જનાએ વાતાવરણ ભયભીત કર્યું હતું.લોકો કૂપમુન્દુકની જેમ ઘરોમાં પુરાયેલાં રહ્યા હતા.
ફોટો 3
અલીપુરા ચોકડી પર વાવાઝોડાએ પોલીસ ચોકી પાસે પોલીસ બેરીકેડને ટાર્ગેટ બનાવી હોય તેમ એકેએક બેરીકેડ રોડ પર ચત્તાપાટ થઇ ગઇ હતી.મોટા હોર્ડિંગ્સ કપાયેલી પતંગની જેમ રોડ પર ફંગોળાયા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


