જૂનાગઢ વાસ્મો દ્વારા માળિયાહાટીના તાલુકાના ધરમપુર ગામ માટેના અંદાજીત રૂપિયા ૪.૯૬ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
ધરમપુર ગામની ૧૩૨૨ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા ધરમપુર ગામના વિકાસના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૪.૯૬ લાખ મંજૂર કરાયા છે. જેમાં પાઇપલાઇન, હાઉસ ટેપ કનેક્શન, ટેન્ડર ચાર્જ સહિતના કામો હાથ ધરવામાં આવશે.
