Gujarat

વાહકજન્ય રોગ અને પાણીજન્ય રોગ અટકાયતની વિશેષ કામગીરી કરનાર તાલુકા હેલ્થ સુપરવાઈઝરને સન્માનિત કરાયા        

મેલેરિયા મુક્ત અભિયાન અને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ની ઉજવણી  ભાગરૂપે જૂનાગઢ   કૃષિ યુનિ. ખાતે વર્કશોપ યોજાયો હતો. જેમાંવાહકજન્ય રોગ અને પાણીજન્ય રોગ અટકાયતની વિશેષ કામગીરી કરનાર તાલુકા હેલ્થ સુપરવાઈઝરને સન્માનિત કરાયા હતા.

વિભાગીય નાયબ નિયામકશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી ડો. લાખાણી ના માર્ગદર્શન હેઠળ જીલ્લા કક્ષાએ તમામ MPHW, MPHSશ્રીઓનો વર્કશોપ ઓડીટોરીયમ હોલ, કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે  યોજાયો હતો.  જેમા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના જિલ્લા મથકના અધિકારીશ્રીઓ, દરેક તાલુકા ના તમામ THOશ્રી , TMPHS, MPHS તથા MPHWશ્રી તમામ ઉપસ્થિત રહ્યા હતા.આ વર્કશોપ દરમિયાન MPHW દ્વારા વાહકજન્ય રોગ અટકાયત કામગીરી અને પાણીજન્ય રોગ અટકાયત કામગીરી બાબતે પ્રેઝનટેશન  રજૂકરવામાં આવ્યું હતુ.

વર્ષ ૨૦૨૨-૨૦૨૩ દરમિયાન TMPHS, MPHS તથા MPHW  દ્વારા વાહકજન્ય રોગ અને પાણીજન્ય રોગ અટકાયતની વિશેષ કામગીરી બદલ ડો. ફેન્સી  વિભાગીય નાયબ નિયામકશ્રી, ભાવનગર ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામા આવ્યા હતા. જેમાં માળિયા તાલુકા હેલ્થ સુપરવાઈર શ્રી.મિતેષ કછોટ ને બેસ્ટ તાલુકા હેલ્થ સુપરવાઈઝરનાં એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગડુ નાં એમ.પી.એચ.એસ. શ્રી.પ્રવીણભાઈ ને તાલુકાના બેસ્ટ  સુપરવાઈર અને અન્ય ૩ એમ.પી.એચ.ડબલ્યુ ને પણ શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા.

tho-sanmani-pro.-vahakjany-kamgiri.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *