જુના વાહનોની આર.સી. બુક તથા જુના લાઇસન્સ ના બેકલોગની પ્રક્રિયાને વધુ સુદઢ બનાવવા હેતુ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ હાઇવેઝ દ્વારા જરૂરી દસ્તાવેજો તથા મંજૂરીની પ્રક્રિયા સૂચિત ફેરફારોને એન.આઇ.સી દ્વારા પરિવહન વેબસાઈટ પર આવરી લઈ વાહન તથા લાયસન્સના સેલ્ફ બેકલોગની (ઓનલાઈન બેકલોગ) ફેસલેસ સુવિધા ફરી શરૂ કરવામાં આવી છે. એમ જુનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
