Gujarat

વિકાસ ની વાત તો દૂર પ્રાથમિક સુવિધા માટે લબડતા લોકો” દામનગર શહેરીજનો ને કાયમી પ્રાથમિક સુવિધા ઓ મળે તેવી ધારાસભ્ય તળાવીયા સમક્ષ પત્ર પાઠવી માંગ કરાય

“વિકાસ ની વાત તો દૂર પ્રાથમિક સુવિધા માટે લબડતા લોકો” દામનગર શહેરીજનો ને કાયમી પ્રાથમિક સુવિધા ઓ મળે તેવી ધારાસભ્ય તળાવીયા સમક્ષ પત્ર પાઠવી માંગ કરાય

દામનગર શહેર માં વિવિધ સુવિધા ઓ માટે ધારાસભ્ય સમક્ષ પત્ર પાઠવી રજૂઆતો દામનગર શહેરી વિસ્તાર ના ખેડૂતો ને રેવન્યુ ઉતારા જાતિ આવક ના ગેજેટેડ દાખલા માટે જન સુવિધા કેન્દ્ર આપો ની માંગ સાથે ઘણા સમય થી દામનગર શહેર માં તાલુકા મામલતદાર કચેરી માટે જમીન સંપાદન થઈ છે તેને પ્રાયોરિટી આપી મામલતદાર કચેરી નિર્માણ કરવા ઉપરાંત ઠાંસા રોડ મફત પ્લોટ તરફ જતા જિલ્લા પંચાયત અમરેલી ના માર્ગ ઉપર બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા થી બોટાદ ભાવનગર અમરેલી એમ ત્રણ જિલ્લા ના ત્રીસ થી વધુ ગ્રામ્ય અને દામનગર શહેર ના મફત પ્લોટ વિસ્તાર માં વરસાદ ના ચાલતા પાણી હોય તો પણ અવરજવર થઈ શકે તેવી જરૂરી પ્રાથમિક સુવિધા ઠાંસારોડ તરફ જતા મુખ્ય માર્ગો ઉપર જાહેર સ્ટ્રીટ લાઈટો અને શહેર ની મુખ્ય બજારો માં નિયમિત સફાઈ સરદાર ચોક થી જૂનીશાક માર્કેટ વચ્ચે આટલા મોટા બજાર માં એક જાહેર ટોયલેટ સીસી ટીવી કેમરા ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તા સહિત ની સુવિધા માટે ધારાસભ્ય જનકભાઈ તળાવીયા સમક્ષ વિગતે નટવર ભાતિયા એ પત્ર પાઠવી પ્રાથમિક સુવિધા ઓ મળવા માંગ કરી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20230220-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *