કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત કચેરીના
પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી વિવિધ યોજનાઓ તથા વિકાસ કામોની સમિક્ષા કરી હતી.
આ પ્રસંગે કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વિકાસ કામોની રજૂઆતો જેમ જેમ સરકારને મળે છે તેમ સરકાર
સત્વરે વિકાસ કામોને મંજુરી આપી રહી છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ
યોગ્ય સંકલન કરી ઉપયોગ કરશે તો ઝડપથી જિલ્લાના પ્રશ્નોનું નિવારણ લાવી શકાશે.નમુનારૂપ કામગીરી કરી જિલ્લાના
વિકાસને નવી ઉંચાઈ પર લઈ જવા અને છેવાડાના માનવીને પણ સરકારની યોજનાઓના મીઠા ફળ પ્રાપ્ત થાય તે દિશામાં
કામગીરી કરવા ઉપસ્થિત સૌ કોઈને મંત્રીશ્રીએ આહ્વવાન કર્યું હતું.વિકાસકામોની ગુણવતા તથા ખેડૂતોના નામે કોઈ પણ
પ્રકારની ગેરરીતિ આચરવામાં આવશે તો તે અંગે કાયદાકીય પગલા લેવામાં આવશે તેમપણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ તથા જિલ્લા
પંચાયતના વિવિધ સમિતીઓના અધ્યક્ષશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.