Gujarat

વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ૫૦ મિનિટ મોડા ગ્રાફ સાથે સપ્લીમેન્ટરી આપવા બદલ અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલને ફાળવવામાં આવી નોટિસ

અમદાવાદ
ધોરણ ૧૨ સાયન્સની ઝ્રમ્જીઈ બોર્ડની ગણિતની પરીક્ષામાં શાંતિ એશિયાટિક સ્કૂલમાં વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થયાના ૫૦ મિનિટ બાદ ગ્રાફ અને નવી સપ્લીમેન્ટરી આપીને જૂની સપ્લીમેન્ટરી લઈ લેવામાં આવી હતી. જે મામલે વિદ્યાર્થીઓએ ઝ્રમ્જીઈને ફરિયાદ કરી હતી. જેથી ઝ્રમ્જીઈએ શાંતિ એશિયાટિક સ્કૂલ પાસે ખુલાસો માંગ્યો છે. શેલા પાસે આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં શનિવારે ધોરણ ૧૨ સાયન્સની ગણિતની પરીક્ષા હતી. સવારે ૧૦ઃ૩૦થી ૧ઃ૩૦ વાગ્યા સુધી પરીક્ષા હતી. સપ્લીમેન્ટરી આપ્યા બાદ પેપર લખતા વિદ્યાર્થીઓએ ૪૫ મિનિટ બાદ ગ્રાંફ માંગતા વિદ્યાર્થીને નવી સપ્લીમેન્ટરી સાથે ગ્રાફ આપ્યો હતો. વિદ્યાર્થીઓની જૂની સપ્લીમેન્ટરીમાં લખ્યું, છતાં પરત લઈ લેવામાં આવી હતી. જે બાદ વિદ્યાર્થીઓએ નવી સપ્લીમેન્ટરીમાં લખવાનું શરૂ કર્યું હતું. પેપર પૂરું થયા બાદ ૫૦ મિનિટ બગડી હતી તેની સામે માત્ર ૧૫ મિનિટ જ વધારે આપવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓએ આ અંગે ઝ્રમ્જીઈ બોર્ડને ફરિયાદ કરી હતી. ઝ્રમ્જીઈ બોર્ડ દ્વારા સમગ્ર મામલે શાંતિ એશિયાટિક સ્કૂલને નોટિસ ફટકારી હતી. ઝ્રમ્જીઈ દ્વારા સ્કૂલને ૨ દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું છે. આ ઉપરાંત ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય તે ધ્યાન રાખવા જણાવ્યું છે. હવે આ પ્રકારની ભૂલ બદલ કડક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *