Gujarat

વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુ થી દેરાસર-ઉપાશ્રયોમાં પક્ષાલ પુજા – શિબિર – પ્રભાવનાનું આયોજન

વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુ થી દેરાસર-ઉપાશ્રયોમાં પક્ષાલ પુજા – શિબિર – પ્રભાવનાનું આયોજન

સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર દ્વારા વેકશન દરમિયાન બાળકોમાં ધાર્મિક સંસ્કારનું સિંચન થાય તે હેતુથી દેરાસરમાં પક્ષાલ પુજા તથા ઉપાશ્રયમાં જાપ તથા બાળકો માટે પ્રભાવના નું આયોજન કરવામાં આવે છે…

દર રવિવારે બાળકો જિનાલયમાં પક્ષાલ પૂજા કરવા આવે તેને સુંદર મજાની ગીફ્ટ આપવામાં આવે છે તેમજ ઉપાશ્રયમાં જાપ કરવા આવે તેને પણ સરસ મજાની ગીફ્ટ સિલ્વર ગ્રુપ તરફથી દાતા ના સહયોગ થી આપવામાં આવે છે. જેમાં અંદાજે 480 ની આસપાસ બાળકોની નોંધણી થાય છે.

તારીખ ૩૦મી અપ્રિલ થી ૨૮ મે સુધી દર રવિવારે સવારે અલગ અલગ જિનાલયોમાં પક્ષાલ પૂજા ઉપાશ્રયોમાં શીબીર જેવા ધાર્મિક કાર્ય ને સફળ બનાવવા જૈન સોશ્યલ ગ્રુપ સિલ્વરના પ્રમુખ કૃણાલભાઈ મહેતા, સૌરાષ્ટ્ર રીજીયન સેક્રેટરી હિરેનભાઈ પરીખ, પ્રોજેક્ટ ચેરમેન કૃનાલભાઈ બાવીસી, શ્રેણીક્ભાઈ શાહ, પ્રતિકભાઈ શાહ, પંકીલભાઈ ધોળકિયા અને સુનીલભાઈ કોટક તથા સર્વ કારોબારી મેમ્બર આયોજન કરી રહ્યા છે.

તારીખ ૩૦-૦૪-૨૦૨૩ ના રોજ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જીનાલય – મેહતા માર્કેટ, તારીખ ૦૭-૦૫-૨૦૨૩ ના રોજ શ્રી નેમિનાથ પ્રભુ જીનાલય – ઉદ્યોગનગર, તારીખ ૧૪-૦૫-૨૦૨૩ ના રોજ શ્રી સીમંધર સ્વામી દેરાસર – ઘર હો તો એસા, તારીખ ૨૧-૦૫-૨૦૨૩ ના રોજ શ્રી શીતલનાથ સ્વામી દેરાસર – જુના જકાત નાકા પાસે પક્ષાલ પુજા નું આયોજન કરવામાં આવેલ પાસે અને તારીખ ૨૧-૦૫-૨૦૨૩ શ્રી આદિનાથ ઉપાશ્રય માં શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.

તેમજ તારીખ ૨૮-૦૫-૨૦૨૩ ના રોજ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જીનાલય – જોરાવરનગર ખાતે પક્ષાલ પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે.

IMG-20230522-WA0125.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *