Gujarat

વેરાવળ માં (MPEDA ) મા વોઈસ ચેરમેન ની નિમણૂક બદલ સામાજિક સંસ્થા ઓ દ્વારા  જગદિશ ભાઈ ફોફ્ંડી નૌ સત્કાર સમારંભ નુ આયોજન કરવામાં આવશે 

અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
*સેવામાં સર્વોત્તમ સેવા એટલે સમાજ સેવા શ્રી જગદીશભાઈ વેલજીભાઈ ફોફંડી વેરાવળ શહેર માં જન્મનેજ કર્મભૂમિ ગણી ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી પિતાશ્રી સ્વ વેલજીભાઈ લખમભાઈ ફોફંડીની પ્રેરણાથી મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે ફીસ ઉદ્યોગની નિકાસને અનેક દેશોમાં ઉચ્ચ સ્તરે લઈ જઈ સફળ ફિશ ઉદ્યોગપતિ તેમજ ઓલ ઇન્ડિયા સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ના ઉચ્ચ હોદ્દાનિ જવાબદારી સંભાળેલ તેમજ વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પદે સેવા આપેલ અનેક સામાજિક શૈક્ષણિક, વ્યવસાયિક ક્ષત્રે દરેક સમાજને ઉપયોગી થવાના સરળ સ્વભાવ થી વેરાવળનું ગૌરવ વધારેલ હોય અને હાલ તાજેતરમાં ફીસ ઉદ્યોગને ઉચ્ચ મુકામ સુધી પહોંચાડવા સતત અગ્રેસર રહેતા અને તે કામની નોંધ લઇ ભારત સરકારના વાણિજ્ય વિભાગ હેઠળ કાર્યરત સંસ્થા મરીન પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (MPEDA) ના વાઇસ ચેરમેન પદે નિમણૂક થતા સમગ્ર ગુજરાત તેમજ ગીર સોમનાથ પંથકની ગરિમા વધારેલ હોય આ તકે વેરાવળ શહેરની વિવિધ સામાજિક, શૈક્ષણિક, વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા શ્રી જગદીશભાઈ ફોફંડી નું સન્માન અધ્યક્ષ શ્રી એચ કે વઢવાણિયા સાહેબ*
*(જિલ્લા કલેકટર શ્રી ગીર સોમનાથ)*
*મુખ્ય મહેમાન*
*રવિન્દ્ર સાહેબ (જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગીર સોમનાથ)*
*પ્રોફેસર ડોક્ટર લલિતકુમાર એસ પટેલ (પ્રભારી કુલપતિ શ્રી સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ) નિ ઉપસ્થિતિમાં  તા 17/05/23 ને બુધવાર સાંજે 5:00 કલાકે ભારત વિકાસ પરિષદ સંચાલિત કોમ્યુનિટી હોલ, મહિલા કોલેજ પાસે, ડાભોર રોડ ખાતે આયોજિત થયેલ હોય આ કાર્યક્રમમાં વેરાવળ શહેરની દરેક સંસ્થાના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, કારોબારી સભ્યોને ઉપસ્થિત રહી શ્રી જગદીશભાઈ ફોફંડીને સન્માનિત કરવા નિમંત્રણ પાઠવવામાં આવેલ હોવાનું અનિષ રાચ્છ નિ અખબારી યાદી માં જણાવેલ હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20230516-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *