મકસુદ કારીગર,કઠલાલ
બાયડ તાલુકાના વોટડા કાવઠ ગામમાં વોટડા કાવઠ યુવક મંડળ દ્વારા તેમજ કિરણ સિંહ ભવાન સિંહ ઝાલા,સચિન સિંહ ઝાલા,અરવિંદ ભાઈ ઝાલા ની આગેવાની હેઠળ રકતદાન કેમ્પ નું આયોજન કપડવંજ રેડ ક્રોસ બ્લડ સેન્ટર ના સહયોગથી કરવામાં આવ્યું હતું.આ રકતદાન કેમ્પ માં સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા (૧૮) યુનિટ બ્લડ નું રકતદાન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્લડ બેંક ના મેડિકલ ઓફિસર ડો.મનુભાઈ ગઢવી,મેઘા શાહ,કૈલાશ શર્મા,ચિરાગ ભાઈ પરમાર તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઊઠાવી હતી.


