વ્યવસાયી રંગભૂમિની નાટયમંડળીઓને પ્રોત્સાહન આપવાની યોજના સરકાર શ્રી દ્રારા કાર્યરત છે. ગુજરાતના ગામેગામ ફરીને નાટકો કરતી છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત હોય તેવી ખાડાની નાટ્યમંડળીઓ તરીકે ઓળખાતી નાટ્યમંડળીઓને જ પ્રોત્સાહક સહાય આપવા અંગેની યોજના અંતર્ગત સહાય મેળવવા ઈચ્છુક નાટ્ય મંડળીઓએ રજાના દિવસો સિવાય કચેરીના કામકાજના કલાકો દરમિયાન જૂનાગઢ જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ અથવા કમિશનરશ્રીની કચેરી વેબસાઈટ http://www.commi-synca.gujarat.gov.in પરથી વિનામુલ્યે અરજી ફોર્મ મેળવી નિયમોનુસાર ભરીને તા.૧૬/૦૧/૨૦૨૩ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢને મોકલી આપવાનું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
