*મોટી સંખ્યામાં મહા આરતીમાં યાત્રી કો જોડાયા*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી- ગબ્બર ખાતે પંચ દિવસીય ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થયો પ્રારંભ ત્યારે સંધ્યા ટાઇમે માં આરતી માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે ૧૨ મી થી ૧૬ મી ફેબ્રુઆરી સુધી ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય આયોજન કરાયું છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ તથા ટિમ બનાસકાંઠા દ્વારા મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજથી શરૂ થયેલ પંચ દિવસીય ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શક્તિયાગ, ભજન સત્સંગ, અખંડ ધૂન, માતાજીની પાદુકા યાત્રા, જ્યોત યાત્રા, ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમો સહિતના ધાર્મિક મનોરંજક કાર્યક્રમો શરૂ થયા છે જેમાં ગુજરાતભરમાંથી શ્રધ્ધાળુ ભાવિક ભક્તોનો મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યો છે. યાત્રાળુઓની આસ્થાને ધ્યાને રાખતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા પથમાં સેવા કેમ્પોના સહયોગથી યાત્રાળુઓ માટે પીવાનું પાણી , હેલ્થ સેન્ટર , ચા – નાસ્તા અને ભોજન પ્રસાદ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જૂનાગઢ ગિરનારમાં જેમ ભગવાન શિવજીની પરિક્રમાનો મહિમા છે એવો મહિમા આગામી સમયમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમાનો પ્રસ્થાપિત થાય અને આગામી વર્ષોમાં શ્રદ્ધાળુઓ સ્વયંભૂ આ પરિક્રમામાં જોડાયએ માટે તંત્ર દ્વારા સેવા સુવિધા અને સલામતીની સુચારુ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

