કાયાવરોહણ તીર્થક્ષેત્ર ખાતે તા.૧૩,૧૪ મે,૨૦૨૩ દરમ્યાન બે દિવસ માટે પ્રથમ સાહિત્યિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ સ્થાને શ્રી યોગેશભાઈ ગઢવી (માજી ચેરમેન ગુ.રા. સંગીત નાટ્ય અકાદમી) શ્રી પ્રવીણચંદ્ર ઠક્કર (મુખ્ય મહેમાન,માજી ચેરમેન લોકભારતી સણોસરા જ્ઞાનવિદ્યાપીઠ) તથા શ્રી ગૌરવ ભટ્ટ (લોક સાહિત્યકાર જીલ્લો ભરૂચ) ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને શોભાવ્યો હતો. શબ્દ વાવેતર એક પરિવાર સાહિત્ય ગ્રુપ છેલ્લા ચાર વર્ષથી સાહિત્ય ક્ષેત્રે આપણી ગુજરાતી ભાષાના સંવર્ધન અને અમૂલ્ય વારસાની જાળવણી કરવાનો તથા નવોદિત લેખક લેખિકાઓને સાહિત્યિક મંચ પૂરૂ પાડવાનું કામ કરી રહ્યું છે.
દર અઠવાડિયે નિયમિત વિવિધ સાહિત્યની સ્પર્ધાઓ યોજી તેના જાણકાર અને નિર્ણાયકશ્રી દ્વારા મૂલ્યાંકન કરી મઠારવાનું,સુધારવાનું તથા સહુને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરી રહ્યું છે. ૩૩ સભ્યથી શરૂ કરેલ સાહિત્ય ગ્રુપમાં આજે ચારસો જેટલા સભ્યો છે.નિયમિત દર સપ્તાહે સરેરાશ ૨૬૦ થી વધુ રચનાઓ અત્રે મૂકાય છે.કોરોના કાળમાં એકત્ર ન થવાયું માટે અત્યારે ચાર વર્ષે સ્નેહ મિલન યોજાતા ૧૦૦ થી વધારે સભ્યો તેમના પરિવાર સાથે બે દિવસ માટે તીર્થક્ષેત્ર કાયાવરોહણમાં આટલા આકરા તાપમાનમાં પણ સમગ્ર ગુજરાતના ખૂણે-ખૂણેથી જોડાયા હતા.સુંદર પ્રાકૃતિક સ્થળ અને પ્રભુ લકુલેશ મહાદેવ મંદિરના પ્રાંગણમાં જ રહેવા જમવાની સગવડ સાથે તથા સુંદર કવિ પરિચય, કાવ્યકોષ્ઠી, સંગીત સંધ્યા, સન્માન સમારોહ, પુસ્તક વિમોચન જેવા કાર્યક્રમો કર્યા હતા. શ્રી યોગેશ ગઢવી અને પ્રવીણચંદ્ર ઠક્કર તથા ગૌરવ ભટ્ટની ઉપસ્થિતિથી કાર્યક્રમને ચાર ચાંદ નહીં પણ ચૌદ ચાંદ લાગ્યાં હતા.આટલી મોટી સંખ્યામાં એકત્ર થયેલ ર્માં સરસ્વતીના ઉપાસક એવા કવિગણ, લેખકગણને નિહાળી સુજ્ઞવર્ગને તેમની આગવી છટામાં સંબોધ્યા હતા. સમગ્ર શબ્દ વાવેતર પરિવારના માનવતા મહેમાનોનો ખૂબ ખૂબ આભારી છે.
શબ્દ વાવેતર એક પરિવારના સંચાલક ગણ શ્રી પિનાકીન પારેખ, કિરણ શર્મા “પ્રકાશ”, જીવતી પીપળીયા “શ્રી”, શોભા મિસ્ત્રી “અક્ષય”, તરલિકા પ્રજાપતિ ” તત્વમસિ”, નિશા નાયક “પગલી”, ડો. પુષ્કર ગોસ્વામી “નિષ્પક્ષ”, હરીશ થાનકીએ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો. આયોજક મંડળમાં ડોક્ટર હર્ષદ લશ્કરી, યોગેશ વ્યાસ, અમિત ટેલર, જયપ્રકાશ વ્યાસ, કૌશલ મોદી, અલ્પા મોદી, નેહા સોની, યોગેશ્વરી શાહ, વૈભવ વ્યાસ, હિરેન નાયક, સંકેત નાયક, રાકેશ પાઠક, પરમાર હાર્દિક “મહાદેવ” તથા સમગ્ર દાતાગણ અને શબ્દ વાવેતરના પરીવારજનો ઉપસ્થિત મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. સાથ સહકાર વિના કશું જ શક્ય નથી.સાચા અર્થમાં પારિવારિક ભાવનાને સાર્થક કરનાર તમામ મિત્રોનો કિરણબેન શર્માએ હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.
કિરણબેન શર્મા “પ્રકાશ”