Gujarat

શાહપુરમાંથી ચોરી કરનાર ફરાર આરોપી ૨૦ લાખના સોનાના દાગીના સાથે ઝડપાયો

અમદાવાદ
શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી દાગીનાની લૂંટ કરનાર ફરાર આરોપીને નીતિન ઉર્ફે બોબડાને રૂ.૨૦.૧૫ લાખના દાગીનાની સાથે ક્રાઈમ બ્રાંચની ટીમે શાહપુર કામા હોટેલ તરફથી ઝડપી પાડ્યો છે. અગાઉ ક્રાઈમ બ્રાંચની ટીમે આ કેસમાં બે આરોપીઓને પકડીને રૂ.૧.૯૮ કરોડના દાગીના જપ્ત કર્યા હતા. નીતિન તેના મિત્ર નિખીલ રાઠોડ અને કૌશિક ઉર્ફે પાંગા સાથે મળીને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી, જેમાં ક્રાઈમ બ્રાંચનીટીમે અગાઉ નિખીલ અને કૌશિકને પકડીને રૂ.૧.૯૮ કરોડના દાગીના જપ્ત કર્યા હતા.

Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *