Gujarat

શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સહિતના ૧૭ લક્ષ્યાંકો અંગે સમીક્ષા કરવામાં આવી

જૂનાગઢ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને એસડીજી સેલ જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઇ હતી.

કલેક્ટર કચેરીના મુખ્યસભા ખંડ ખાતે યોજાયેલ આ બેઠકમાં વિકાસ અંગેના સંયુક્ત રાષ્ટ્ર સંઘના એજન્ડા ૨૦૩૦  અતર્ગત ૧૭-એસડીજી (સતત વિકાસ લક્ષ્યાંક) ગોલ અને ૧૨૬ લક્ષ્યાંકોની ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં  જૂનાગઢ જિલ્લામાં શિક્ષણમાં ડ્રોપઆઉટ, એનરોલ્મેન્ટ રેશિયો, સ્ટુડન્ટ રેશિયો, આરોગ્યમાં બાળ રસીકરણ, બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવું, ફેમિલીપ્લાનિંગ, કૃષિક્ષેત્રે સિંચાઇની સુવિધા, શાકભાજી, તેલીબિયા ઉત્પાદનને વધારવા, ગુનાખોરીનું પ્રમાણ અટકાવવું, ગરીબી નિવારણ સહિતના વિષય ઉપર ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.  તેમજ આ અંગે  કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ એસડીજી રીપોર્ટ ૨.૦નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સતત વિકાસ લક્ષ્યાંક(નિરંતર વિકાસના ધ્યેયો) એસડીજી ગોલ  સાથે સંલગ્ન જુદા જુદા કુલ ૧૭ લક્ષ્યાંકો જે વૈશ્વિક રીતે સામાજિક, આર્થિક અને પર્યાવરણલક્ષી પરીપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખી ૧૨૬ પેટા માપદંડોના સંદર્ભમાં વાસ્તવિક રીતે શિક્ષણ, આરોગ્ય, પસર્યાવરણ, રોજગારી, ગરીબી વગેરેની સ્થિતિ જાણીને તેને ખરી રીતે સમાજ સમક્ષ પ્રસ્થાપિત કરવાનું મુખ્ય હેતુ છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમીરાંત પરીખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કરણરાજ વાઘેલા, અધિક કલેક્ટરશ્રી પી.જી.પટેલ, જિલ્લા આયોજન અધિકારી શ્રી આર.એમ.ગંભીર, આર.ઓ શ્રીપ્રકાશ કાછેલા,  આર.ઓ. શ્રી કોમલબેન ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

meeting-sdg-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *