Gujarat

શેઠ.એમ.આર હાઇસ્કૂલ કઠલાલ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરાયું.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શેઠ.એમ.આર. હાઇસ્કૂલ કઠલાલ ખાતે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત શાળાના ધોરણ-૧૦ અને ધોરણ -૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો વિદ્યાર્થીઓ સાથેનો સીધો સંવાદ લાઈવ દર્શાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં કઠલાલ- કપડવંજ ના ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા,કઠલાલ તાલુકા ભા.જ.પ પ્રમુખ કિરણ સિંહ ડાભી,ગોપાલભાઈ પટેલ,ચેતનભાઈ પટેલ ( AEI,DEO ઓફીસ,ખેડા),સારથિ વિકાસ શાળા સંકુલન ના કન્વીનર બ્રીજેશભાઈ પટેલ તેમજ ભા.જ.પા. કઠલાલ તાલુકા તેમજ શહેરના હોદ્દેદારો,અને શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, વિદ્યાર્થીઓ,શિક્ષક ગણ,  વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કહ્યું હતું કે મુકત મને પરીક્ષા આપશો.તમારી પરીક્ષાઓની સાથે મારી પણ પરીક્ષા જ છે. સમયનું માઇક્રો આયોજન,કોઈ પણ શોર્ટ કટ નહિ,પરીક્ષામાં ચોરી પણ નહિ. ચોરીથી કદાચ પાસ થશો પણ જીંદગીની પરીક્ષામાં હારી જશો. એક ઉત્તમ શિક્ષકની ભૂમિકા કરતા તેમણે સ્માર્ટ વર્ક અને હાર્ડ વર્કનું ઉદાહરણ સમજ આપી હતી .દરેક વિદ્યાર્થી એ એક્ઝામ વોરિયર્સ  તરીકે ના શપથ લીધા હતા.
કાર્યક્રમ શાળાના આચાર્ય એસ.આર.પટેલ ના માર્ગદર્શન હેઠળ સંપ્પન કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *