Gujarat

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ કઠલાલમાં ભવ્ય રીતે ચિત્ર સ્પર્ધા નું આયોજન.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 કઠલાલ માં આવેલ શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચેરમેન ડો. બંકિમ શાહ ના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કઠલાલની અને આજુબાજુ ની શાળાઓના આશરે ૧૫૦૦ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ સમગ્ર સ્પર્ધાનું નેતૃત્વ સંસ્થાના ડાયરેક્ટર સતીશ પાટીલ દ્વારા કરવામાં આવ્યું. સ્પર્ધા દરમિયાન સંસ્થાના આચાર્ય ડો. રશ્મિન રાવલે  અલગ અલગ ફિલ્મી ગીતો ગાઈને વિદ્યાર્થીઓનું મનોરંજન કરાવ્યું. સમગ્ર સ્પર્ધામાં કાર્ટૂન કેરેક્ટર “છોટાભીમ” અને “ડોરેમોને” વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો.ડાયરેક્ટર  સતીશ પાટીલના નેતૃત્વમાં સમગ્ર શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમ જેમાં પ્રિન્સિપાલ, કોર્ડીનેટર, શિક્ષકો તથા સેવક ભાઈઓએ ઉત્તમ કાર્ય કરીને આખો ઉત્સવ સફળ બનાવ્યો

FB_IMG_1674646228446.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *