મકસુદ કારીગર,કઠલાલ
શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડો. બંકિમ શાહના શૈક્ષણિક માર્ગદર્શન હેઠળ સંસ્થાની સમગ્ર શૈક્ષણિક ટીમે ઉચ્ચતમ પ્રયાસ કરીને આજુબાજુના પંથકમાં ખૂબ જ ઉચ્ચ પરિણામ એટલે કે 92.16%પરિણામ મેળવ્યું. જેમાં ત્રણ વિદ્યાર્થીઓએ A1 અને દસ વિદ્યાર્થીઓએ A2 પ્રાપ્ત કરીને ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે. સંસ્થાએ આ સમગ્ર ઉચ્ચતમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને અને એમના માતા-પિતાને સંસ્થામાં બોલાવીને કેક કાપીને ગળ્યું મોં કરાવી અભિનંદન પાઠવ્યા. સાથે વાલીઓએ પણ સંસ્થાનો આભાર માન્યો. ચેરમેન ડો.બંકિમ શહે, ડાયરેક્ટર શ્રી સતીશ પાટીલે ,આચાર્ય ડોક્ટર રશ્મિન રાવલે, કોર્ડીનેટર હિના મેમે તથા સમગ્ર ટીમ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.