Gujarat

શ્રધ્ધાળુઓને કોઇ મુશ્કેલી સર્જાય તો મદદ માટે કંટ્રોલરૂમના નંબર ઉપર સંપર્ક કરી શકાશે

મહાશિવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યો છે. ભવનાથ શિવરાત્રીના મેળાને લઇને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળામાં આવતા શ્રધ્ધાળુઓને કોઇ પ્રકારની મુશ્કેલી ન સર્જાય અને પુછપરછ માટે વિવિધ વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.

જેમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થા કેન્દ્ર, પોલીસ વિભાગ, ફાયર ઇમરજન્સી, ૧૦૮ ઇમરજન્સી, સિવિલ હોસ્પિટલ, ફોરેસ્ટ કંટ્રોલ, એસ.ટી. ટ્રાફિક, રેલ્વે કંટ્રોલ, શહેર ટ્રાફિક સહિતના સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેથી કરીને શ્રધ્ધાળુઓને મેળા દરમિયાનની મુશ્કેલીમાં સહાયતા મળી શકે.

ભવનાથ શિવરાત્રીના મેળાને લઇને જુદા જુદા વિભાગ/ખાતાઓ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, ડિઝાસ્ટરના નંબર ૦૨૮૫-૨૬૩૩૪૪૬, ૨૬૩૩૪૪૭, ૨૬૩૩૪૪૮, ફેક્સ-૨૬૩૩૪૪૯, પોલીસ વિભાગના નંબર ૧૦૦, ૦૨૮૫-૨૬૩૦૬૦૩, ૨૬૩૨૩૭૩, ફાયર ઇમરજન્સી નંબર ૧૦૧, ૦૨૮૫-૨૬૨૦૮૪૧, ૦૨૮૫-૨૬૫૪૧૦૧ મો.૯૬૨૪૭૫૩૩૩૩, ઇ.એમ.આર.આઇ ૧૦૮ ઇમરજન્સી નંબર ૧૦૮, મો.૯૯૦૯૨૧૯૧૦૮, સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી ૦૨૮૫-૨૬૫૧૪૩૬ મો.૭૫૬૭૮૮૪૬૭૪, ૯૮૨૫૨૩૭૨૦૦, સહાયતા કેન્દ્ર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ, જૂનાગઢના નંબર ૦૨૮૫-૨૬૩૦૩૦૩, શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ નંબર ૦૨૮૫-૨૬૫૫૮૮૦, ૦૨૮૫-૨૬૨૫૪૫૦, ફોરેસ્ટ કંટ્રોલરૂમ નંબર ૦૨૮૫-૨૬૩૩૭૦૦, એસ.ટી. ટ્રાફિક નંબર મો.૬૪૫૯૯૧૮૫૫૪, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નંબર ૦૨૮૫-૨૬૫૩૨૭૭ મો.૭૬૯૮૭૫૧૨૪૫ અને રેલવે કંટ્રોલરૂમ નંબર ૦૨૮૫-૨૬૨૭૧૫૦ મો.૯૭૨૪૦૯૭૯૨૯ છે. શ્રધ્ધાળુઓને મેળા દરમિયાન મુશ્કેલી સર્જાય તો આ નંબર ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *