મકસુદ કારીગર,કઠલાલ
તા. ૨૭-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે રોજગાર ભરતી મેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન
*
૧૮ થી ૩૦ વર્ષની ઉંમરના કોઇ પણ વિષયમાં સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો રોજગાર ભરતી મેળામાં ભાગ લઇ શકશે
*
જીલ્લા રોજગાર કચેરી, નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૭-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે શ્રીમતી એસ.બી.પટેલ આર્ટસ અને શ્રી આર.એન.અમીન કોમર્સ કોલેજ, મુ.તા.વસો, જિ.ખેડા ખાતે રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવશે.
આ રોજગાર ભરતીમેળામાં ખેડા તેમજ અન્ય જીલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૦ વર્ષની ઉંમરના એસ.એસ.સી, આઇ.ટી.આઇ ફિટર, ટર્નર, ઓપરેટર કેમિકલ પ્લાંટ, પ્લમ્બર તેમજ બી.એસ.સી-કેમેસ્ટ્રી તથા અન્ય કોઇ પણ સ્નાતક જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે.
ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલની વેબસાઇટ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF465296463 છે.
રોજગાર સંદર્ભે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીના હેલ્પલાઇન નં.૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે.
આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે એમ જીલ્લા રોજગાર અધિકારીશ્રી નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
