Gujarat

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરના નૂતન શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયમાં વિદેશના ભક્તો દ્વારા ભાવાંજલિ રૂપે માતબર દાન આપી…

 મનનભાઈ શાહ એ પોતાની માતા ચંદ્રિકાબેનની પ્રસન્નતાર્થે તેમજ પિતા કિરીટભાઈની સ્મૃતિમાં રૂપિયા 1 કરોડ 11 લાખ 11 હજાર 111 નું દાન આપ્યુ..
      સાળંગપુરધામ વાસી પર દુઃખ ભંજન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનો અપરંપાર મહિમા દેશ-વિદેશમાં વ્યાપી રહ્યો છે, ત્યારે દર્શને આવનાર હજારો ભક્તોને નિ:શુલ્ક ભોજન પ્રસાદ દાદાને આંગણે મળે છે એટલે કે દુવા અને ભોજન કૃપાથી પ્રાપ્ત થાય છે જેમ જેમ હનુમાનજી દાદાની પ્રસિદ્ધિ થઇ રહી છે તેમ તેમ ભક્તોની ભીડ પણ વધી રહી છે.ત્યારે ગુજરાતનું સૌથી મોટું નૂતન શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય સાળંગપુર ખાતે નિર્માણ પામ્યું  છે જેમાં અનેક શ્રદ્ધાવાન ભક્તોએ યથા શક્તિ સેવા આપી છે. અમદાવાદના અમેરીકા વર્જીનીયા બીચ વસતા અગ્રણી ઉદ્યોગપતિ મનનભાઈ શાહ એ પોતાની માતા ચંદ્રિકાબેનની પ્રસન્નતાર્થે તેમજ પિતા શ્રી કિરીટભાઈની સ્મૃતિમાં રૂપિયા એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એક સો અગિયારનું માતબર દાન આપી ભોજનશાળાના મુખ્ય હોલના દાતા તરીકે સેવા આપી છે. આ સેવાને કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી તથા પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા ધન્યવાદ આપી બિરદાવવામાં આવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *