વિક્રમ સાખટ રાજુલા
શ્રી ચારણી હનુમાનજી આશ્રમ વાંગધા ગામ ખાતે તા.6 /04 /2023 ને ગુરૂવાર ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે ભારતીય અસ્મિતાનો સહુથી પરમ પાવન મંગલકારી દિવસ એટલે શ્રી રામ ભક્ત મહાબલી હનુમાનજી મહારાજ નો જન્મોત્સવ સેવા, શ્રદ્ધા અને સાધનાના ગામ ધુવાડા બંધ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા હનુમાનજી મહારાજની મહાઆરતી, બપોરે બાર (12)કલાકે મહાપ્રસાદ . તેમજ રાત્રિના હનુમાન ચાલીસાનું આયોજન પણ કરાયેલ છે હનુમાનજી મહારાજની અલગ અલગ પ્રકારના રાગથી હનુમાન ચાલીસા તથા હનુમાનજી મહારાજની ગાથાઓની ભક્તિ આરાધના ગાઈને એમની કલાનું તેજ પાથરશે આમ આશ્રમના સંત શ્રી સીતારામ બાપુ ગોદડીયા દ્વારા જાહેર આમંત્રણ. સ્થળ ચારણી હનુમાનજી મંદિર વાંગધા ગામ ખાંભા તાલુકો અમરેલી જિલ્લો.


