Gujarat

શ્રી જાનકી વલ્લભો વિજયતે

*🚩શ્રી જાનકી વલ્લભો વિજયતે🚩*

સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા કે જ્યાં પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકોની શ્રધ્ધા નું કેન્દ્ર એવા વિહળધામ પાળીયાદ ખાતે
કિન્નર અખાડા ના શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણજી ત્રિપાઠી તેમજ જુના અખાડા ના શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર અંબાનંદગિરીજી તેમજ શ્રી શ્રી મહામંડલેશ્વર મહેન્દ્રગિરી પાળીયાદ ના ઠાકર ના દર્શને આજ રોજ તા.૦૯/૦૫/૨૦૨૩ ના રોજ પધારેલ હતા…
ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર વિહળાનાથ ના દર્શન કરી આશીર્વાદ મેળવેલ હતા ત્યારબાદ નિર્મોહી અખાડા ના મહામંડલેશ્વર તેમજ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના મહંત શ્રી શ્રી નિર્મળાબા ઉનડબાપુ ની શુભેરછા મુલાકાત લીધેલ હતી…
પૂજ્ય શ્રી વિસામણબાપુ ના જન્મ સ્થળ ના દર્શન કરેલ તેમજ મહંત શ્રી ના નિવાસ્થાને મુલાકાત લીધેલ હતી અને ઠાકર પરીવાર ને તેમજ બાળઠાકર પૃથ્વીરાજબાપુ ને આશીર્વાદ આપેલ હતા…
પૂજ્ય બા શ્રી તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા ફુલહાર તેમજ સાલ ઓઢાડી જગ્યાની પરંપરા મુજબ સત્કાર સન્માન કરેલ હતું.
ત્યારબાદ શ્રી બણકલ ગૌશાળા ની મુલાકાત લીધેલ અને વિહળ વાટિકા ખાતે કૈલાશ બંગલો ની પણ મુલાકાત લીધેલ હતી…
ત્યારબાદ ભોજન પ્રસાદ લીધેલ હતો અને ખુબ રાજીપો અને પ્રસન્નતા વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી..
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20230511-WA0002-2.jpg IMG-20230511-WA0001-1.jpg IMG-20230511-WA0000-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *