માનનીય પ્રધાનમંત્રીનો સંદેશ અમરેલી જીલ્લાના દરેક જવાન પોલીસ/હોમગાર્ડ/ગ્રામરક્ષક દળ/ટ્રાફિક બ્રિગેડ તેમજ પરીવારજન સુધી પહોચે તે માટે દરેક પોલીસ સ્ટેશન/ અમરેલી જીલ્લા મથક ખાતે આવેલ જીલ્લા તાલીમ સેન્ટરમાં આ કાર્યક્રમ સામુહિક રીતે જોઇ, સાંભળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ.
અમરેલી જીલ્લા તાલીમ સેન્ટર ખાતે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની ઉપસ્થિતીમાં પોલીસ/હોમગાર્ડ/જી.આર.ડી./ટ્રાફિક બ્રિગેડ તથા પોલીસ પરીવારજનોએ સામુહિક રીતે બેસી પ્રોજેકટરથી સ્ક્રીન પર ‘‘મન કી બાત’’ કાર્યક્રમ નિહાળવામાં આવેલ. જયારે અમરેલી જીલ્લાના પોલીસ સ્ટેશનો ખાતે પોલીસ/હોમગાર્ડ/જી.આર.ડી./ટ્રાફિક બ્રિગેડ તથા પોલીસ પરીવારજનોએ પણ આ કાર્યક્રમ નિહાળવામાં આવેલ.
અમરેલી જીલ્લા ખાતે પોલીસ/હોમગાર્ડ/જી.આર.ડી./ટ્રાફિક બ્રિગેડ તથા પોલીસ પરીવારજન મળી કુલ-૧૯૫૭ આ કાર્યક્રમમાં જોડાયેલ હતા.
માનનીય વડાપ્રધાનશ્રીના સંદેશથી જવાનો પ્રભાવિત થઇ, રાષ્ટ્રપ્રત્યે પોતાનું યોગદાન આપવા કટિબધ્ધતા દર્શાવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


