શ્રી પ્રાદેશિક કમિશ્નર સાહેબ, (નગરપાલિકાઓ) ભાવનગર.
વિષય :- બાબરા શહે૨માં મુસ્લિમ સમાજની કાળુભાર નદીની બાજુમાં જુમ્મા મસ્જિદનો પુલ મંજુર થવા છતાય કામ ન કરતા હોય જે બાબત.
વંદે માતરમ,
સવિનય જય ભારત સાથ આપ સાહેબને જણાવવાનું કે, બાબરા શહેરમાં મુસ્લિમ સમાજની આસરે ૮ હજારની વસ્તી આવેલ છે. આ મુસ્લિમ સમાજની મસ્જિદ બાબરા મધ્યમ માંથી પસાર થતી કાળુભાર નદીના કાઠે આવેલ હોય અને આ મસ્જિદમાં મુસ્લિમ સમાજને નમાઝ અને વાઈજ નું સ્થળ આવેલ છે.
બાબરા નગરપાલિકા દવારા જે તે સમયે ઠરાવો અને વહિવટી તાંત્રીક મંજુરીઓ મેળવીને મસ્જિદે જવાનો પુલ મંજુર કરવામાં આવેલ છે જેની ટેન્ડર પ્રક્રિયા જે તે સમયે પૂર્ણ થવા છતાય આજદિન સુધી આ પુલની કામગીરી હાથ ધરવામાં આવેલ નથી.
આ બાબતે અમોએ બાબરા નગરપાલિકના મુખ્ય અધિકારી તેમજ પદાધિકારીઓ ને સમાજ દવારા તેમજ વ્યકિતઓ દવારા અનેકવાર રજુઆત કરવા છતાય નગરપાલિકા દવારા કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી અને પાલિકા દવારા નતનવા જવાબો આપી દેવામાં આવે છે. ગુજરાત સરકાર દવારા લોકોની સુવિધાઓ અને વિકાસ માટે કરોડો રૂપીયાની ગ્રાન્ટો આપવામાં આવે છે છતાય પાલિકા દવારા યોગ્ય આયોજન કરવામાં આવતું નથી. જેથી આપ સાહેબ
અહેવાલ:ગોરધન દાફડા. બાબરા. (અમરેલી)