Gujarat

શ્રી મારૂતિધામ વિદ્યાપીઠ (હડદડ) બોટાદ માં ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાયો

 

તાજેતરમાં ૨૬/૦૩/૨૦૨૩ ના રોજ ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાયો જેમાં સંચાલક શ્રી યોગેન્દ્રસિહ જાડેજા,ભરતભાઈ સતવારા ,નિતેશભાઈ મકવાણા આચાર્ય શ્રી જાદવરા પ્રવિણભાઈ અને સર્વ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય, હનુમાનચાલીસા , પ્રાર્થના, અને દિપપ્રાગટ્ય ત્યારબાદ સૌ આમંત્રિત મહેમાનોનું શાબ્દીક સ્વાગત શ્રી યોગેન્દ્રસિહ જાડેજા સાહેબે કર્યું હતું. ત્યારબાદ સ્કૂલ ના આચાર્ય શ્રી જાદવરા પ્રવિણભાઈ એ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો અને વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અને સ્કૂલ ની સિધ્ધિઓ વર્ણવી હતી.
અને તેમણે જણાવ્યું હતુ કે ઇચ્છાશક્તિ અને સતત ખંત ધ્વારા વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્યનું નિમાર્ણ કરી સમાજ અને દેશને આગળ વધારી શકે છે અનેક ઉચ્ચ સિધ્ધીઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી.
ત્યારબાદ સ્વાગત ગીત,કરાટે, ડાન્સ, નાટક, અર્વાચી પ્રાચીન રાસ ગરબા જેવી ૧૮ ઇવેન્ટ ખુબ સારી તૈયારી સાથે રજૂ કરી. સંસ્થા પરીવાર તરફથી આચાર્ય શ્રી જાદવરા પ્રવિણભાઈ સાહેબે આભાર વ્યક્ત કર્યો હતો.
સમારંભના અંત બાળકોને પ્રોત્સાહિત ઇનામ અને યાદગીરી ભેટ મેમેન્ટો અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યુ હતું.
આમ બોટાદ જીલ્લાની શ્રી મારૂતિધામ વિદ્યાપીઠ સ્કૂલ માં ખૂબ ઉત્સાપૂર્વક અને રંગેચંગે વાર્ષિકોત્સવ ઉજવાઈ ગયો.

Screenshot_20230327-134802_Gallery-2.jpg Screenshot_20230327-134811_Gallery-1.jpg Screenshot_20230327-134754_Gallery-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *