શ્રી રામ – લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનકીના નાદ સાથે ગોપાલધામ આશ્રમ શ્રી વાવટેશ્વરી હનુમાનજી મંદિર છભાડીયા મુકામે શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણનો ચૈત્ર વદ એકમ થી થયો શુભ પ્રારંભ. લાઠી તાલુકાના છભાડીયા ગામની ભૂમિ ઉપર આવેલ ગોપાલ ધામ આશ્રમ શ્રી વાવટેશ્વરી હનુમાનજી મંદિરે( દામનગર – ભીંગરાડ ગામ વચ્ચે ) આજથી પ્રારંભ થયેલ શ્રી રામ કથાની શરૂઆત પહેલા સવારના ૮ કલાકે થી મુકેશભાઈ લખમણભાઈ ચૌહાણના નિવાસ સ્થાન,બજરંગદાસ,દામનગર થી પ્રસ્થાન થયેલ પોથીયાત્રા દામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી વાજતે – ગાજતે બહેનોએ રામધૂન સાથે રાસ ગરબા રમીને કથા સ્થળે પહોંચી ,આ મંદિરના મહંતશ્રી કૃષ્ણદાસબાપુ ગુરુશ્રી ગોપાલદાબાપુ ( ગણેશગઢ ) એ સૌ ભક્તોનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. ચીરોડાવાળા શાસ્ત્રીજી જીતુભાઈ ત્રિવેદીએ વક્તા પદેથી પ્રથમ દિવસે શ્રી રામ સ્તુતિ અને મંગલભાવના સાથે શ્રી રામ કથાનો શુભ પ્રારંભ કરાવ્યો હતો. કથા દરમ્યાન સૌ ભક્તો માટે બપોરના સમયે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. છભાડીયા ગામના સેવકો અને દામનગરનાં સેવાભાવીઓ કાંતિભાઈ,ઈશ્વરભાઈ,ઘનશ્યામભાઈ,સુરેશભાઈ અને સ્વયમ્ સેવકો સેવા આપી રહ્યા હોય, શ્રી રામ કથાનો લાભ લેવા જણાવવામાં આવેલ છે.અત્રે નોંધનીય છે કે ચીરોડાવાળા શાસ્ત્રીજી જીતુભાઈ ત્રિવેદીની આ ૨૨૧ મી કથા છે. ( અતુલ શુક્લ દામનગર.)



