કથા પંચદિનાત્મક જ્ઞાનયજ્ઞ
શ્રી સ્વામિનારાયણ મુખય મંદિર બગસરા ના આગામી મૂર્તિ પ્રતિષ્ટાઉત્સવ નિમિતે ૩૬ માં વાષિક પાટોત્સવ ની ઉજવણી માં શ્રી ભક્ત ચિંતામણી ગ્રન્થ ની પંચદિનાત્મકપરાયણ નુ આયોજન
પરમ કૃપાળુ પરમાત્મા અક્ષરધામાધિપતિ પૂર્ણપૂરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી તેમજ વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાના રૂડા આશીર્વાદ સહ અને બગસરા મંદિરના નિર્માતા તેમજ મહંતશ્રી પ.પૂ.સદ્. લક્ષ્મીપ્રસાદજી સ્વામીજીની શુભ પ્રેરણાથી મોટી કુંકાવાવ શ્રી સ્વામિનારાયણ મંદિર (પુરૂષો તથા બહેનોના—બન્ને) માં બિરાજમા ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ તથા દેવોના ૩૬માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રી હરિના લીલા ચરીત્રોથી ભરપુર એવા શ્રીમદ્ સત્સંગી જીવન ગ્રંથરાજ ની કથાનું આયોજન ચૈત્ર સુદ ૩ને શુક્રવાર તા. ૨૪/૦૩/૨૦૨૩ થી ચૈત્ર સુદ ૭ને મંગળવાર તા. ૨૮/૦૪/૨૦૨૩ સુધી પંચદિનાત્મક જ્ઞાનયજ્ઞનું આયોજન થયેલ છે. તેમજ શ્રી હરિની દિવ્ય મહાપૂજા, રાજોપ્ચાર અભિષેક, વિવિધ વાનગી સભર અન્નકુટ ઉત્સવ, ધ્વજારોહણ વિગેરે કાર્યક્રમો ઉજવાશે.
શ્રી સ્વામિનારાયણ મુખય મંદિર બગસરા ના આગામી મૂર્તિ પ્રતિષ્ટાઉત્સવ નિમિતે ૩૬ માં વાષિક પાટોત્સવ ની ઉજવણી માં શ્રી ભક્ત ચિંતામણી ગ્રન્થ ની પંચદિનાત્મકપરાયણ નુ આયોજન થયુ હતુ.જેમાં વક્તાપદે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના પ્રેરક પૂ. સદ્ સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદજી કથા વાર્તા નો લાભ આપી રહ્યા છે.જેમાં મોટી સંખ્યા માં ભક્તો ઉમટી રહ્યા છે તા. ૨૪ થી ૨૮ માર્ચ સુધી આ ઉત્સવ ઉજવાય રહ્યો છે. જેમાં ૨૭ તારીખે મંદિર માં બિરાજ મન શ્રી ઘનશ્યામ મહારાજ ના ૩૬ વર્ષ પૂર્ણ થતા મહાપૂજા અભિષેક અને અન્નકોટ નો લાભ મળશે.
કથાના મુખ્ય યજમાન
કથા પારાયણના મુખ્ય યજમાન પદે પ.ભ.શ્રી ઘનશ્યામભાઈ કરશનભાઈ વઘાસિયા તથા અ.સૌ. શિલ્પાબેન ઘનશ્યામભાઈ વઘાસિયા તથા માતૃશ્રી લિલાબેન તથા શ્રી બીપીનભાઈ કરશનભાઈ વઘાસીયા ચિ. અવનિશકુમાર તથા ચિ. ભકિતબેન તથા લાભ લેશે ફર્મ : ઘનશ્યામ ટ્રેડીંગ કહ્યું / શ્રીજી હાર્ડવેર માર્ટ – મોટી કુંકાવાવ
રિપોર્ટ રસિક વેગડા


