કુલ ૨૩ ટ્રેડમાં ૧૨૯૨ બેઠકો માટે એડમીશન લેવા તા. ૨૫-૦૬-૨૦૨૩ સુધી રૂબરુ અથવા ઓનલાઈન અરજી કરી શકાશે
***
વર્ષ ૨૦૨૩ માટે શ્રીમતી એમ.સી. પટેલ ઔધોગિક તાલીમ સંસ્થા(ઉત્તરસંડા) ખાતે કુલ ૨૩ ટ્રેડમાં ૧૨૯૨ બેઠકો માટે એડમીશન લેવા તા. ૨૪-૦૫-૨૦૨૩ થી તા. ૨૫-૦૬-૨૦૨૩ સુધી અરજી કરી શકાશે. એડમીશન માટે ધો. ૦૭ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવનાર ભાઈઓ તથા બહેનો દિવસ દરમિયાન ૧૦ થી ૦૫ કલાક સુધીમાં રૂબરૂ એમ.સી. પટેલ ઔધોગિક તાલીમ સંસ્થા(ઉત્તરસંડા) ખાતે અરજી ફોર્મ ભરી શકે છે. અથવા https://itiadmission.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી પણ કરી શકે છે.
આ સંસ્થા ખાતે ભણતા વિદ્યાર્થીઓને સંસ્થાકીય તથા ઓન જોબ તાલીમ, કેમ્પસ ઈન્ટરવ્યુ દ્વારા પ્લેસમેન્ટ, તાલીમ માટે જરૂરી નિશુલ્ક રો મટિરિયલ, એસ.સી/એસ.ટી/મહિલા/દિવ્યાંગ તાલીમાર્થીઓને સંપુર્ણ ફી માફી, જરૂરીયાતમંદ તાલીમાર્થીઓને સ્ટાઈપેન્ડ, રેલ્વે, બસ પાસની સુવિધા, મહિલા તાલીમાર્થીઓને સરકારશ્રી તરફથી મળતી અન્ય સહાય અને રોજગાર સ્વરોજગાર માટ બેન્કેબલ લોન સબસિડિ જેવી સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે શ્રીમતી એમ.સી.પટેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ઉત્તરસંડા) ગુજરાત રાજ્યમાં રોજગાર અને તાલીમ ખાતા દ્વારા ત્રીજા ક્રમે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનારી સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા છે.


