Gujarat

સગીરવયની બાળાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી ને ગણતરી ની કલાકો મા શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરતી બાબરા પોલીસ સ્ટેશન ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમપરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા અપહરણ તથા પોક્સો એક્ટ સંબંધી ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ શ્રી જે પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશન A-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૧૩૮/૨૦૨૩ IPC કલમ-
૩૬૩,૩૬૬,૩૭૬(૨)(જે),૫૦૬(૧) તથા POCSO Act કલમ-૪,૧૮ મુજબનો ગુન્હો તા.૨૪/૦૩/૨૦૨૩ ના રોજ રજી થયેલ હોય અને
ઉપરોકત ગુન્હાના કામનો આરોપી આ કામના ફરી.ની સગીર વયની દીકરીને ગુન્હાહીત ધમકી આપી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની
લાલચ આપી શેખપીપરીયા ગામે આવેલ ડેમમા લઇ જઇને દુષ્કર્મ આચરી નાસી ગયેલ હોય જે બાબતે ચૈાકકસ માહીતી આધારે
બાબરા પોલીસ દ્રારા આરોપીને ગણતરીની કલાકોમા શોધી કાઢી બાબરા પો.સ્ટે. ખાતે લાવી આરોપીને અટક કરી, આગળની કાર્યવાહી
હાથ ધરેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત :-
(૧) મુકેશભાઇ નરેશભાઇ ગોહીલ ઉ.વ.૩૨ ધંધો મજુરીકામ રહે.આસરાનગર બાબરા તા.બાબરા જી.અમરેલી
ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી આર.ડી ચૌધરી તથા બાબરા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ જયદેવભાઇ આર હેરમા તથા હેડ કોન્સ કેતનભાઇ ડી રાઠોડ તથા પો કોન્સ મહાવીરસીંહ બી સીંધવ તથા પોં કોન્સ રાજેશભાઇ જી રાઠોડ તથા પો.કોન્સ.ગોકુળભાઇ એમ રાતડીયા તથા પો.કોન્સ ધનજીભાઇ કે પરમાર દ્રારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230325-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *