Gujarat

સત્તા નો મદ:-અમરેલી માં મનો દિવ્યાંગ વ્યક્તિ ને”કથીત ભાજપ અગ્રણી” એ ઢોર મારમાર્યો.

તા.૩/૪/૨૦૨૩(અમરેલી)
અમરેલી શહેર માં એક અત્યંત ધ્રુણાસ્પદ ઘટના બની છે, ગઈકાલે અમરેલી માં ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પધારેલા હોય આસપાસ ના જીલ્લાઓ માંથી પણ અનેક રાજકીય આગેવાનો અમરેલી આવેલા હતા.તેમા કોઈ મોંઘીદાટ ગાડી લઈને આવેલા અને પોતાને “શિહોર નગરપાલિકાના પ્રમુખ”તરીકે ની ઓળખ આપનાર વ્યક્તિ દ્વારા અમરેલી ના માણેકપરા વિસ્તારમાં રહેતા એક મનો દિવ્યાંગ જેવા વ્યક્તિ ને ઘરે થી ઢસડીને અત્યંત ક્રૂરતા પૂર્વક ઢોર માર મારી બંને હાથ ભાંગી નાખી અમાનુષી અત્યાર કરવામાં આવ્યો હોય સમગ્ર વિસ્તાર ના લોકો માં રોષ ફેલાયો છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમરેલી ના માણેકપરા વિસ્તારમાં (ભિખો )દિપક પાઠક નામનો વ્યક્તિ રહે છે.તેમની માનસિક સ્થિતિ બરાબર નથી.આ ઈસમ ગઈકાલે રસ્તા પર થી પસાર થતા તેમની પાછળ કૂતરા ઓ ભસવા લાગતા ઉપરોક્ત શખ્સ ગભરાઈ ગયો હતો.અને તેણે કુતરા ઓ પર પત્થર ફેંકતા તે પત્થર તેજ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એસ.યુ.વી.ગાડી.ના કાચ પર લાગ્યો હતો.ત્યારબાદ તે ગાડી માલીક દ્વારા ઉપરોક્ત મનોદિવ્યાંગ શખ્સ નું ઘર શોધી તેને અતિ ક્રૂરતા પૂર્વક ફટકારતાં મુખ્ય માર્ગ સુધી લાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે ઉપરોક્ત શખ્સ અતિશય દારૂણ ગરીબી મા જીવન વ્યતીત કરે છે, તેમના વયોવૃદ્ધ બહેન તેમની સાર સંભાળ રાખે છે.આસપાસ ના લોકો ના જણાવ્યા અનુસાર આ દિપકભાઈ ઉર્ફે ભીખાભાઈ પાઠક એકદમ નિરુપદ્રવી અને શાંત છે.અને લોકો ના જણાવ્યા મુજબ “કથીત ભાજપ નેતા”દ્વારા જ્યારે દિપકભાઈ ઉર્ફે ભીખાભાઈ ને મારવા મા આવી રહ્યા હતા ત્યારે તેમની”માનસિક સ્થિતિ”બરાબર ના હોવાનું તે નેતા ને વારંવાર કહેવામાં આવ્યું હતું.પરંતુ સતા્ ના મદમાં હોય કે પછી બીજા કોઈ મદમાં પણ તે રાજકીય આગેવાન દ્વારા એક અતિ ગરીબ અને માનસિક વિક્ષુબ્ધ વ્યક્તિ પર ગુજારવામાં આવેલો અત્યાચાર અતિશય નિંદનીય છે.
આ બાબતે અમરેલી નું તંત્ર સ્વયં સંજ્ઞાન લઈ ઉપરોક્ત ઘટના વિશે નિષ્પક્ષ તપાસ કરી આ ઘટના ના જે કોઈ દોષી હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

FB_IMG_1680588834252.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *