ઊનાના સનખડા ગામે ભીડભંજન દાદાના મંદિરે નાગદાદાએ દર્શન દેતા ભોળાનાથના થાળા પર કલાકો સુધી રહેલ અને આ વાત
ગામમાં વાયુવેગે પ્રસરી જતા લોકોના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. અને દર્શન કરીને ધનયાતા અનુભવી હતી. વાડી વિસ્તારમાં
બીરાજમાન ભીડ ભંજન દાદા ચામુંડા માતાજી અનેક વખત દર્શન આપ્યાં છે. ભીડભંજન દાદાના મંદિરની આજુબાજુમાં વાડી
વિસ્તાર આવેલ હોય અચાનક વહેલી સવારથી નાગદાદા શિવલીંગ પાસે આવી પહોચતા મંદિરના પુજારીને નજરે પડતા પ્રથમતો
ગભરાઇ ગયેલ અને હાલ આ નાગ મંદિરમાંજ હોવાનું જાણવા મળેલ છે.
