વિદ્યાર્થીઓમાં છુપાયેલ વિવિધ વ્યવસાય ક્ષેત્રને લગતી કૌશલ્યતાને શાળા કક્ષાએથીજ વિકસિત કરવા સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા છેલ્લા બે વર્ષથી સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વ્યવસાય લક્ષી ચાર જેટલા અલગ અલગ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે,છોટાઉદેપુર જિલ્લાની 15 જેટલી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઇલેક્ટ્રોનિક,બ્યુટી એન્ડ વેલનેસ ,એગ્રીકલચર સહિત વિવિધ વોકેશનલ ટ્રેડ ચાલી રહ્યા છે ત્યારે આવા વિષય સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કૌશલ્ય વર્ધન માટે સ્ટેટ પ્રોજેકટ કચેરી સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા પ્રોજેકટ કચેરી સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી છોટાઉદેપુર દ્વારા નગરની એસ એફ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની કૌશલ્ય વર્ધન સ્પર્ધા કૌશલ્યોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાં વોકેશનલ ટ્રેડ ચલાવતી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાની અલગ અલગ કૃતિઓ નિદર્શન માટે મૂકી હતી, કૌશલ્ય વર્ધન માટેના શ્રેષ્ઠ પ્રોજેકટ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

