શિયાળાની ઋતુમાં શાળાઓ માંથી પ્રવાસનું આયોજન થતું હોય છે ત્યારે તારીખ 06/01/2023 રોજ સમગ્ર શિક્ષા- જામનગર આઈ.ઈ.ડી,યુનિટ ની ટીમ દ્વારા જામનગર જિલ્લાના તાલુકાઓની સરકારી શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગજન અધિનિયમ 2016 એક્ટ મુજબ દિવ્યાંગતા ધરાવતા 105 જેટલા દિવ્યાંગ બાળકોને જૂનાગઢ ખાતે શૈક્ષણિક પ્રવાસ માટે લઈ જવામા આવ્યા હતા.
જ્યાં બાળકોને તળેટી, વિલિંગ્ડન ડેમ, સકરબાગ, તોરણીયા અને મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની સંસ્થા વગેરે સ્થળોની મુલાકાત કરાવામાં આવી હતી. સમગ્ર પ્રવાસના સમય દરમિયાન બાળકોને નાસ્તો, બપોર અને રાત્રિનું સ્વાદિષ્ટ ભોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ ને સફળ બનાવવા બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, આઈ.ઈ.ડી કો- ઓર્ડીનેટરશ્રી, દરેક તાલુકાના બી.આર.સી. કો- ઓર્ડીનેટરશ્રી તેમજ અનુદાન આપનાર સર્વ દાતાશ્રીઓનો તમામ વાલી અને સ્પેશીયલ એજ્યુકેટર અને વિશિષ્ટ શિક્ષકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
