સમસ્ત બ્રહ્મ સમાજ જોડીયા દ્રારા શ્રી પરશુરામ ભગવાન ના જન્મોત્સવ ની ઉજવણી ના આયોજન માટે એક મીટીંગનુ આયોજન કરવા માં આવેલ હતુ. આ પ્રસંગે જોડીયા બ્રહ્મ સમાજ ના બહોળા પ્રમાણ માં જ્ઞાતી બંધુઓ હાજર રહેલ,તેમજ જોગાનુજોગ આ પ્રસંગે ધ્રોલ સમસ્ત બ્રહ્મ સમાજ ના આગેવાન સમીરભાઇ શુક્લ એને એની ટીમ જોડીયા બ્રહ્મ સમાજ ને તા.22-4-2023 ના રોજ ધ્રોલ મુકામે સાંજ ના 5-00કલાકે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિતે યોજવામાં આવેલ શોભાયાત્રા નુ નિમંત્રણ પાઠવવા પધારેલ હતા.
જોડીયા બ્રહ્મ સમાજ દ્રારા તા.22-4-2023ના રોજ ભગવાન શ્રી પરશુરામ ના જન્મોત્સવ ની ઉજવણી કરવા તમામ જ્ઞાતીજનો સાથે મળી ભગવાન શ્રીપરશુરામજી નુ સામુહીક પુજન અર્ચન કરી સમુહ જ્ઞાતી ભોજન નુ આયોજન કરેલ છે…………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા……


