સમસ્ત મોટા ઉજળા ગામ પરિવાર સુરત દ્વારા આયોજિત સાતમો સ્નેહમિલન સમારોહ તારીખ 28/ 5/ 2023 ને રવિવારના રોજ સુરત મુકામે યોજાયો આ સ્નેહ મિલન સમારોહમાં સુરત ,અંકલેશ્વર, નવસારી ,સચિન, અને કીમ માં વસતા મોટા ઉજળા ગામના દરેક પરિવારના સભ્યોએ સહકુટુંબ સાથે પધારી સ્નેહમિલન ના અવસરને ખૂબ સારી રીતે માણિયો અને દીપાવ્યો.આ સ્નેહ મિલનમાં મહેમાનો , ગામના વડીલો ,વડીલ માતાઓ અને દાતાશ્રીઓ નું સન્માન કરવામાં આવ્યું, સાથે તમામ બાળકોને ઇનામ વિતરણ, દીપ પ્રાગટ્ય, ભોજન સમારંભ, શ્રદ્ધાંજલિ, વ્યસન મુક્તિ, વગેરે વિવિધ કાર્યક્રમો યોજાયા આ સ્નેહ મિલનમાં નાના નાના બાળકોએ ડાન્સ, એક પાત્ર અભિનય ,વક્તવ્ય , વગેરે કાર્યક્રમો રજૂ કરી સૌના દિલ જીતી લીધા સરદાર સાહેબનું સૂત્ર આપણી એકતા એ જ આપણી તાકાત સાર્થક કરી બતાવ્યું ,અંતે મોટા ઉજળા ગામ પરિવારના 600 જેટલા ગામના વડીલો યુવાનો માતાઓ બહેનો અને નાના નાના બાળકોએ સમૂહમાં રાષ્ટ્રગાન કરી વંદે માતરમ ભારત માતા કી જય સાથે સ્નેહમિલનના સમારોહને સમાપન કર્યો


