ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢનાં સમાજશાસ્ત્ર, અંગ્રેજી તથા કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ભવનના સયુંકત ઉપક્રમે “વન મેન એનજીઓ – તિરંગા સાયકલવાલા” નો માહિતીપ્રદ કાર્યક્રમ યોજાયોહતો. ‘ઓન્લી ઇન્ડિયન કી દિલ કી બાત’ શિર્ષક હેઠળ ફીટ ઇન્ડિયા-સાયકલીંગ ઈઝ ધ બેસ્ટ એકસરસાઈઝ, ટ્રાફિક અવેરનેસ અને રાષ્ટ્રપ્રેમ-લવ ઓફ નેશન વિષયે યોજાયેલ સેમિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. “વન મેન એનજીઓ – તિરંગા સાયકલવાલા”એ સેમીનારના પ્રારંભમાં રાષ્ટ્ર ભાવનાનો સંદેશો આપતી શણગારેલી સાયકલ ઉપર એન્ટ્રી કરીને સૌને અચંબિત કરી દીધા હતા. તેઓએ જીવનમાં સ્વાસ્થ્યનું, સેન્સ અંગેનું તથા માનવતા અને દેશસેવાનું અમુલ્ય મહત્વ સમજાવ્યું હતું.
સેમિનારમાં અધ્યક્ષસ્થાનેથી બોલતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજનું યુવાધન સ્વસ્થ રહીને રાષ્ટ્રપ્રેમનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આજના યુવાધનને ટ્રાફિકના નિયમો, સાયકલીંગ, રાષ્ટ્રભાવના, સમગ્ર વિશ્વમાં ભારતની મજબુત છબી વિગેરેનું સાચું જ્ઞાન આપવું તે સમયની માંગ છે. સેમિનારમાં સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. જયસિંહ ઝાલા,કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ભવનના અધ્યક્ષ ડો.ભાવસિંહ ડોડીયા, સેમિનારના કોઓર્ડીનેટરડૉ.પરાગ દેવાણી સહિતના ફેકલ્ટી મેમ્બર્સ, પીએચ.ડી. રીસર્ચ સ્કોલર્સ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. ઓન્લી ઇન્ડિયન તિરંગાવાલા – વન મેન એન.જી.ઓ. દ્વારા કુલપતિશ્રી પ્રો. ચેતનભાઈ ત્રિવેદીનો આભાર વ્યક્ત કરતુ સન્માનપત્ર પણ અર્પણ કરવામાં આવ્યું હતું.


