મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના સરખેજ ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર શાળા ના શિક્ષક જશવંતસિંહ અભેસિંહ ઝાલા નિવૃત્ત થવાના કારણે તેમનો નિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. સૌએ ઉપસ્થિત રહી નિવૃત્ત થતા શિક્ષકને આવનાર સમયમાં સુખમય આરોગ્યમય જીવન રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા,મહંત શ્રી યોગેશદાસજી મહારાજ સહિત ગામના અગ્રણીઓ,સરપંચ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શુભચિંતકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


