મકસુદ કારીગર,કઠલાલ
સરદાર પટેલ કેળવણી મંડળ વીણા સંચાલિત શ્રીમતી એમ. પી પટેલ પ્રાથમિક શાળા તથા સરદાર પટેલ વિદ્યામંદિર વીણા તા નડિયાદ જીખેડા ની નવનીત એજ્યુકેશન લિમિટેડ તરફથી ધોરણ 1 થી 10 માટેનું અધ્યતન સ્માર્ટ ક્લાસ સોફ્ટવેર વિનામૂલ્યે ફાળવવામાં આવ્યું આ પ્રેરક પ્રસંગે નવનીત એજ્યુકેશન લિમિટેડના ડાયરેક્ટર રાજુભાઈ ગાલા તથા ખેડા જિલ્લાના પ્રતિનિધિ ચિરાગભાઈ પટેલ શાળામાં ઉપસ્થિત રહ્યા હતા ગ્રામીણ વિદ્યાર્થીઓને અભ્યાસની ઉમદા સુવિધા વિના મૂલ્યે પ્રદાન કરવા બદલ મંડળના પ્રમુખ ડી.પી પટેલે તથા બંને શાળાના આચાર્ય શૈલેષભાઈ તથા સુનિતા બેને બંને મહાનુભાવો તથા નવનીત એજ્યુકેશન લિમિટેડ નો અંતઃકરણથી આભાર માન્યો હતો


