Gujarat

સરદાર પટેલ યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તાજેતરમાં રમાઈ રહેલ ઈન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટની બીજા રાઉન્ડની મેચ આણંદ લૉ કોલેજની ટીમ સાથે મુકાબલો યોજાયો હતો.જેમાં મહુધા કોલેજની ટીમે ૩ વિકેટે વિજય મેળવી કવોટૅર ફાઈનલમાં પ્રવેશ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.

લોકેશન : ખેડા મહુધા
રિપોર્ટર  : નિસાર શેખ મહુધા
મહુધા કોલેજ ક્રિકેટ ટીમનુ ગૌરવ
પ્રથમ બેટિંગમા ઉતારેલી આણંદ લૉ કોલેજની ટીમ 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.જેના જવાબમાં મહુધા કોલેજની ટીમે 19.1 ઓવરમાં 7 વિકેટ 111 રન કરી 3 વિકેટે વિજય મેળવ્યો હતો.મહુધા ની ટીમ તરફથી હસમુખ ચૌહાણે 4 ઓવરમાં 20 રન આપી 5 વિકેટ ખેરવી હતી.અંકુશ પટેલે 23 રન આપી 2 વિકેટ મેળવી હતી.રોહન ઠાકોરે 27 રન,પાર્થ  પટેલ 15 રન,કરણ રાઠોડ 14 તથા ઈમ્તિયાઝ હુસેને છગ્ગો ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો.ટીમના કોચ અને ફિઝીકલ ડાયરેક્ટર પ્રા.વી.એ.ડાભી અને ટીમના તમામ ખેલાડીઓને ઉત્કૃષ્ટ દેખાવ બદલ સમગ્ર કોલેજ પરિવાર તેમજ મહુધા કેળવણી મંડળ તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા

IMG-20230105-WA0073.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *