અમદાવાદ
તાજેતરમાં જ દિલ્હીમાં ઘટેલી સાક્ષી મર્ડર કેસને લઇને દેશભરમા ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. દરેક વ્યક્તિ આના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. હવે મર્ડર કેસ મામલે બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ખરેખરમાં, દિલ્હીમાં થયેલી સાક્ષીની હત્યાની કોઇ હૉરર સ્ટોરીથી કમ નથી, દેશમાં હજુ પણ લવ જેહાદ કહી રહ્યા છે. હંમેશા હિંદુ રાષ્ટ્રનો ધ્વજ લહેરાવનાર બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ સાક્ષીની ઘાતકી હત્યા પર નિવેદન આપ્યું છે. બાગેશ્વર બાબાએ સાક્ષીની હત્યા પર કહ્યું છે કે, સાક્ષીની હત્યાથી હું ખૂબ જ દુઃખી છું. આ જાેઈને જેનું લોહી ના ઉકળે તે તો મરી ચૂક્યો છે. બાગેશ્વર બાબાએ કહ્યું કે, લોકો અમને કટ્ટરવાદી કહે છે. લોકો અમને કહે છે કે, અમે વિવાદાસ્પદ વાતો કરીએ છીએ, તોફાનીઓની જેમ વાત કરીએ છીએ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, દુનિયામાં એવો કોઈ ભાઈ નહીં હોય કે જેનું લોહી પોતાની બહેનોની આવી સ્થિતિ જાેઈને લોહી ના ઉકળે, અને જેનું લોહી આ જાેઈને ઉકળતું નથી તે મરી ગયો છે. તેથી જ અમે સનાતન પર વિશ્વાસ રાખીએ છીએ. તેથી જ આપણે કહીએ છીએ કે આપણું સનાતન મારવાનું શીખવતું નથી, બચાવવાનું શીખવે છે.