Gujarat

સાપુતારાથી પરત ફરતાં મિત્રોની કાર ખીણમાં ખાબકી, કારમાં સવાર ત્રણમાંથી એકનું મોત

ડાંગ
સુરતથી ત્રણ મિત્રો ઉત્તરાયણના દિવસે કાર લઈ સાપુતારા ફરવા ગયા બાદ રાત્રે પરત ફરતા સાપુતારા માર્ગ પર સાકરપાતળ ગામે ચાલકે કાબૂ ગુમાવતા કાર ખીણમાં ખાબકી હતી. કાર કોતરમાં ખાબકતા ત્રણે મીત્રો બેભાન થયા બાદ સવારે એક ઉઠતાં સારવાર માટે લઈ જવાયા હતા. જેમાં એકનો મોત નીપંજ્યું હતું. પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ સુરતના કતાર ગામ ખાતે નાની વેડ રોડ પર ૩૩ ગુરુકૃપા વિભાગ-૨ માં રહેતા મનીષ રમેશભાઈ બાધાણી ઉતરાયણના દિવસે તેના મિત્ર ચિરાગ અરવિંદભાઈ બાવીસી રહે કતારગામ સુરત અને તેના મિત્ર મહેશ ઉર્ફે પાગો નરસિંહભાઈ વાહાણી રહે રામપરા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ સાથે તેમની ક્રેટા કાર લઈ સાપુતારા ફરવા ગયા હતા અને રાત્રે તેઓ સાપુતારાથી સુરત જવા નીકળ્યાં હતા. તે દરમિયાન કાર ચિરાગ બાવીસી ચલાવી રહ્યો હતો અને વઘઈ સાપુતારા માર્ગ પર સાકરપાતાળ પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન ચિરાગથી વણાંક કપાયેલ નહીં અને કાર સાઈડમાં પૂલના નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં તમામને ઈજા થઈ હતી અને ત્રણેય જણા બેભાન થઈ ગયા હતા. જેમાં સવારે મનીષ બાધાણીને હોંસ આવતા તેમણે નજીકમાં હોટલ ચલાવતા કોઈ સંબંધીને બોલાવ્યા હતા. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ચિરાગને વધુ ઈજા થયેલી લાગતા તેને સારાવાર અર્થે મોકલ્યો હતો. જ્યારે મહેશ વાહાણીને આવેલ સંબંધીને કારમાં વાંસદા કોટેજમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ચિરાગને પ્રાથમિક સારવાર બાદ સુરત સિવિલમાં રિફર કરવામાં આવ્યો હતો. વઘઈ પોલીસ મથકે મનિષ બાધાણીએ ચિરાગ બાવીસી વિરુદ્ધ પુર ઝડપે અને ગફલત રીતે કાર હંકારી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી કારને કોતરમાં ઉતરી દઈ પોતાને ઈજા પહોંચાડી અને મહેશ વાહાણીને ઈજા પહોંચાડી મોત નીપજાવવા બદલ ગુનો નોંધાવ્યો હતો.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *