Gujarat

સારવાર ફ્રી – દવા ફ્રી – લેબ ટેસ્ટ ફ્રી – એકસરે ફ્રી – ડાયાલિસિસ ફ્રી – ફિજીયો ફ્રી – ઓપરેશન ફ્રી – ભોજન ફ્રી…. આવી હોસ્પિટલ પણ હોય તેવી કલ્પના પણ થઈ શકે…?

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
હા, સાવરકુંડલા મા આ સ્વપ્નસમી વાત મૂર્તિમંત સ્વરૂપે ૨૪ કલાક ૭ દિવસ દર્દી ના દેવ ગણી રાહ જુવે છે.
અને ગઇકાલે બનેલી ઘટનાથી એ વાત ફરી સાબિત થઈ કે સાવરકુંડલા શહેરમાં આવેલ આરોગ્ય ધામ શ્રી લલ્લુભાઈ શેઠ નિશુલ્ક આરોગ્ય મંદિર એ ખરેખર દર્દીને નારાયણનું સ્વરૂપ જ સમજે છે.
———————————————————————
વાત જાણે એમ છે કે ગઈકાલે સન રાઈઝ સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી તથા ફ્રીલાન્સ પત્રકાર પ્રતાપભાઈ ખુમાણ પોતાની શાળામાં જ ઓફિસમાં શો કેઇસ ના કાચની સફાઈ કરતાં કર્મચારી માઈકલને કાચ ચડાવવા મદદ કરવા ગયા હતાં એ સમયે એ  કાચ અચાનક બે ભાગમાં તૂટી જતાં પ્રતાપભાઈના  હાથનો અંગૂઠો ઉભો ઉપરની બાજુ ચિરાઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. અંગૂઠામાંથી લોહીની ધારા વહેવા લાગી. તાત્કાલિક લોહીને વહેતું બંધ કરવું જરૂરી હતું.. એટલે ઈમરજન્સી સારવારની જરૂર હોય પોતે રાત્રે લગભગ બાર વાગ્યાના સુમારે મહુવા રોડ ઉપર જનતા બાગ ને અડીને આવેલ એક નામાંકિત ખાનગી સર્જન(MS)ની હોસ્પિટલ કે જે ડો. પીપળીયાની પડોશમાં છે. પોતાના કર્મચારી માઇકલ સાથે પહોંચી ગયા પરંતુ હોસ્પિટલ તો બંધ હતી.. પોતે આ MS સર્જન કે જેમનાં નામનો મેઈન બજારમાં ઇલેક્ટ્રિક શો રૂમ પણ છે, તેમની સાથે ખૂબ અંગત સંબંધ હોવાથી પ્રતાપભાઈએ મોબાઇલ દ્વારા ઘટનાની વિગત જણાવી અને ઈમરજન્સી સારવાર માટે વિનંતી કરી.. કે બ્લીડીગ ખૂબ થાય છે પરંતુ એ વર્ષોના અંગત સંબંધ પર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ પથારીમાંથી એ તબીબે જવાબ આપ્યો કે,  અત્યારે કોઈ માણસ નથી..!!  પોતે હોસ્પિટલમાં ઉપર જ રહેતાં હોવા છતાં દરવાજે કોણે  સારવાર અર્થે ફોન કર્યો છે? એ તમામ વિગત જાણવા છતાં.. નીચે આવીને દર્દીની સ્થિતિ જાણવાની તસ્દી સુધા ન લીધી. એનો વસવસો પ્રતાપભાઈને પણ જરૂર થયો પણ ખૈર એમ કરી અને એ લીલાછમ સંબંધોને વિરામ એમ સમજીને મન મનાવી લીધું.. ત્યાંથી તુરંત સરકાર સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા. લોહી વહી રહ્યું હતું અને બંધ કરવું જરૂરી હતું પરંતુ અફસોસ અહીં પણ કોઈ સર્જન છે જ નહિ, ઘણાં સમયથી જગ્યા ખાલી છે. ક્વોલિફાયડ તબીબની ઉપસ્થિતિ ન હોવાથી ત્યાંના કર્મચારીએ પ્રાથમિક સારવાર આપી અને લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે રીફર કરતાં.. લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનો તબીબી સ્ટાફે પ્રતાપભાઈ હજુ હોસ્પિટલમાં પહોંચ્યા કે તુરંત યુધ્ધના ધોરણે મેડિકલ સારવાર શરૂ કરી દીધી અને OT આસિસ્ટન્ટ રજનીશજી એ પળભરમાં જ લોહી વહેતું બંધ કર્યું.. અને તેમની સાથે અનુંભાઈ ભાંભળા, નર્સિંગ બ્રધર કામળીયા, નેપાળી બોય સહિતનો સ્ટાફ અર્ધી રાતે ખડેપગે રહ્યો. આવા સમયે ઈમરજન્સી સારવાર જ ઘણીવખત પ્રાણરક્ષક બની જતી હોય છે અને એ માટેની પ્રતિબધ્ધતા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સુપેરે નિભાવી રહ્યું છે અને એ પણ એક પૈસો લીધા વગર, સારવાર ફ્રી, દવા ફ્રી, લેબ ટેસ્ટ ફ્રી, એક્સરે ફ્રી, ડાયાલિસિસ ફ્રી, ફિજીયોથેરાપી ફ્રી, તમામ ઓપરેશન ફ્રી, દર્દી અને સગા ને બે સમય ભોજન પણ ફ્રી એનો આનંદ અને ગૌરવ પણ પ્રતાપભાઈના હૈયે હતું.. સાથે સાથે વર્ષો જૂના લીલાછમ સંબંધોની દરકાર પણ ન કરનારા એ નામાંકિત પ્રતિષ્ઠિત તબીબકે જેમની ઘણી અંગત સમસ્યામાં પોતે મદદરૂપ થવા સહારો થઈ ને ઉભા રહેલા.ત્યારે પોતાને ફરજ બજાવવાની હતી ત્યારે મોઢું સંતાડનાર તબીબ માટે વસવસો પણ જરૂર હતો.  વળી ગાય વગાડીને મોટી મોટી વાતો કરતાં સરકારી હોસ્પીટલ નાં બિલ્ડિંગો સરસ બન્યા પણ એમાં જે આત્મા ગણાય તેવા તબીબ જ ન હોય ત્યારે સ્થિતિ પણ કેવી હોય છે એ વાતનો તાદ્રશ અનુભવ પણ સાથે હતો.. એક વાત અહીં બોધ લેવા જેવી છે કે જ્યારે પણ સખત મહેનત કરી અને વ્યક્તિ તબીબ બને ત્યારે જીવનના થોડા નૈતિક મૂલ્યોને  પણ સાંગોપાંગ સમજી જીવનમાં ઉતારવા જોઈએ. દર્દી માટે તબીબ એ ઈશ્વરનું સ્વરૂપ છે એ વાત ન ભૂલવી જોઈએ. અને પ્રચાર અને વાહવાહી માટે અઢળક ખર્ચ કરતાં સરકારી તંત્રે પણ પુરતા પ્રમાણમાં આરોગ્ય સેવાઓ હજુ આપી નથી શકતા એ વાત પણ નોંધ લેવા જેવી છે.

IMG-20230304-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *