Gujarat

સાળંગપુર હનુમાનજીદાદા ને વિવિધ રંગબેરંગી રમકડાનો શણગાર….

રંગબેરંગી વિવિધ રમકડા નો શણગાર કરાતા દર્શને આવેલા ભક્તો ને પોતાનુ બાળપણ યાદ આવ્યુ
 વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ધનુર્માસ અંતર્ગત તા.10-1-2023ને મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી સવારે 5:30 કલાકે મંગળા આરતી તેમજ 7 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ તથા રમકડાંનો શણગાર કરવામાં આવેલ તેમજ મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવેલ તથા મંદિરમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.હનુમાનજીદાદા ને રંગબેરંગી વિવિધ રમકડા નો શણગાર કરાતા દર્શને આવેલા લોકોએ ને પોતાનુ બાળપણ યાદ આવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230110-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *