સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા સમર્પણ ધ્યાનયોગ પરિવાર દ્વારા પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદસ્વામીજીની કૃપાથી સમરકેમ્પનું ભવ્ય આયોજન થયેલ જેમાં આઠ થી બાર વર્ષના સત્તાવન બાળકોએ ભાગ લીધો હતો. જેમાં અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં રહેલી સર્જનાત્મકતા અને ઊર્જા બહાર આવે એવા પ્રયત્નો કરવામાં આવેલ. વિવિધ કલાઓ, મૂલ્યલક્ષી વાતો તેમજ ધ્યાન વિશે બાળકોને શિક્ષિત કર્યા હતા. સમર કેમ્પના અંતિમ દિવસે સાવરકુંડલાના તાલુકા વિકાસ અધિકારીશ્રી કે. પી. પરમાર સાહેબ વિશેષ રીતે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમર્પણ ધ્યાન પરિવાર દ્વારા શ્રી પરમાર સાહેબને શ્રી શિવકૃપાનંદસ્વામીજી લેખિત અમૂલ્ય ગ્રંથ “હિમાલયનો સમર્પણ યોગ” ભેટ આપવામાં આવેલ. આ સમર કેમ્પમાં બાળકોના ખ્યાતનામ ડોક્ટર હિતેશ રાજપુરા સાહેબ તેમજ સમર્પણ ધ્યાનયોગ પરિવારના સાધકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમર કેમ્પના ત્રીજા દિવસે બાળકોના માતા-પિતા માટે Spiritual Parenting અર્થાત્ આધ્યાત્મિક પરવરિશ વિષય પર સાવરકુંડલાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર ડોક્ટર અર્જુનસિંહ પરમાર દ્વારા સુંદર વ્યાખ્યાન યોજાયું હતું જેમાં બાળકોના માતા-પિતાને પણ ખૂબ મજા આવી હતી. આ સમર કેમ્પને સફળ બનાવવા માટે સાવરકુંડલા સમર્પણ કેન્દ્રના આચાર્ય દિપ્તીબેન પરમાર, બાલ સંસ્કાર કેન્દ્રના કો-ઓર્ડીનેટર માધુરીબેન મસરાણી તેમજ સાધકોએ ખૂબ જહેમત ઊઠાવી હતી.