Gujarat

સાવરકુંડલા જમીન વિકાસ બેંકના ચેરમેન રાઘવભાઈ સાવલીયા પીઠવડીવાળાના ભાગીદાર કમલેશભાઈ રાદડીયાના પુત્ર ધર્મ ના જન્મદિવસની સાવરકુંડલા માનવમંદિર ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા જમીન વિકાસ બેંકના ચેરમેન શ્રી રાઘવભાઈ સાવલીયા પીઠવડીવાળાના ભાગીદાર કમલેશભાઈ રાદડીયાના પુત્ર ધર્મ ના  પ્રથમ જન્મદિવસની ઉજવણી માનવમંદિર પૂજ્ય ભક્તિરામબાપુના આશીર્વાદ તેમજ હરિના બાળકો સાથે કેક કાપીને ભાવતાં ભોજન કરાવીને ભવ્ય ઉજવણી કરી. આ તકે સાવરકુંડલાના ડીવાયએસપી વોરા સાહેબ, નિવૃત્ત પીએસઆઈ રતિલાલ બોરીસાગર, તાલુકા ભાજપ પ્રમુખ જીવણલાલ વેકરીયા, અમરેલી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઈ પંડ્યા, નગરસેવક કિશોરભાઈ બુહા, ભાવેશભાઈ સભાયા, પીઠવડીના ભગત, ફૌજી અતુલભાઈ જાની તેમજ અનેક મહાનુભાવોએ ધર્મને જન્મદિવસની શુભેચ્છાઓ આપેલ.  પૂજ્ય ભક્તિરામબાપુએ માનવમંદિરનો મોમેન્ટો સ્મૃતિ ભેંટ આપેલ.

IMG-20230317-WA0011-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *