Gujarat

સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં મહવારોડ ગેઇટ પાસે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પોતાના ભોગવટાની ફોરવ્હીલ ગાડીમાં રાખી હૈરા ડેરી કરતા ઇસમને પકડી પાડતી સવા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂની બદી સદંતર દૂર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહબ સાવરકુંડલા વિભાગનાઓએ દારુની બદી સદંતર દુર કરવા સબબ જીલ્લામા પ્રોહીબિશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોહ્તી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય
જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ એમ સોની સાહેબના
માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સાવરકુંડલા મહુવારોડ ગેઇટ પાસે હ્યુંડાઇ
કંપનીની સફેદ કલરની SONATA ફોરવ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની SEAGRAMS IMPERIAL BLUE
HAND PICKED GRAIN WHISKY 750 M.L FOR SALE IN UT. DADRA AND NAGARHAVELI AND DAMAN AND DIU
ONLY લખેલ કંપની રીંગ પેક બોટલો નંગ-૨૩ કિ.રૂ.૮૨૮૦- નૌ તથા એક સેમસંગ કંપનીનો કાળા કલરનો કી-પેઇડ વાળો
મોબાઇલ ફોન જેની કી.રૂ.૫૦૦′- તથા હ્યુંડાઇ કંપનીની સફેદ કલરની SONATA ફોરવ્હીલ ગાડી આર.ટી.ઓ. રજી.નં.GJ-01
HR-4597 ની કી.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨,૦૮,૩૮૦- પ્રોહિ મુદામાલ સાથે આરોપીને પકડી પાડી આરોપી
વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી (૧) એજાજ ઉર્ફે નાનો બગી અબ્દુલભાઇ કુરેશી ઉ.વ.૨૬ ધંધો ગેરેજનો રહે.સાવરકુંડલા, જુના બસ સ્ટેશન પાસે પઠાણ ફળી જી.અમરેલી
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસએમસોની સાહેબ તથા એ.એસ.આઇ. એચ.પી.ગોહિલ તથા પો.કોન્સ.પીયુષકુમાર નટવરલાલ તથા પો.કોન્સ.જીતુભાઇ ગોબરભાઇ તથા પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ તથા પો.કોન્સ. ગૌરવકુમાર જીલુભાઇ દ્રારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230106-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *