સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાની કરજાળા પ્રાથમિક શાળામાં અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન તરફથી દીપ શાળા પ્રોજેક્ટ અંતર્ગત મળેલ ટેબલેટ વિતરણનો કાર્યક્રમ અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા તમામ બાળકોને ટેબલેટ આપવામાં આવ્યા હતા. ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાતે ટેકનોલોજી અને ડિજિટલ યુગમાં શિક્ષણ ક્ષેત્રે આ ટેબલેટનું કેટલું મહત્વ છે, તે અંગે ઉપસ્થિત તમામ વાલીગણને માહિતી આપી હતી. તેમજ અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રણેતા ભરતભાઈ દેસાઈનો પરિચય આપ્યો હતો.કોઓર્ડીનેટર શ્રી અરમાનભાઈ ધંધુકિયા અને વિનોદભાઈ વિંઝુડાએ પણ ટેબલેટના વપરાશ અંગેની વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સી.આર.સી કૃતિકાબેન તેમજ કરજાળા ગામના સરપંચ શ્રી દયાબેન કાથરોટીયા, કરમશીભાઈ કાથરોટીયા ,એસએમસી કમિટી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ શ્રી મુકેશભાઈ કથીરિયાના માર્ગદર્શન નીચે શિક્ષક ગણ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


